dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

બુધવાર, 14 ડિસેમ્બર, 2011

 હમારા રંગ - ઢગ


હમારે રંગ ઢંગ અત્યંત નિરાલે હે
હમ એક ઐસે દેશમે   રહતે   હૈ 
જહા હમારે ઘર પર એમ્બ્યુલંશ ઓંર પુલીસ કી તુલના મેં પીઝા જ્લ્દ  પહુંચતા  હૈ 
જહા આપકો કર લોન ૫% પર મિલતા હૈ  શિક્ષા ઋણ ૧૨% પર મિલતા હૈ 
જહા ચાવલ ૪૦ રૂ . પ્રતિ કિલો હૈ શિમ કાર્ડ મુફ્ત હૈ 
જહા જૂતે એ.સી. વાલી દુકાન મેં મિલતા હૈ ઓંર સબ્જી ફૂટપાથ પર બિકતી હૈ 
જહા લેમન જ્યુસ એસેસ વાલા મિલતા હૈ ઓંર બર્તન ક્લીનર લેમન   કા  મિલતા હૈ 

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2011

ઇનામ વિતરણ સમારોહ

ગુજરાત માધમિક શીક્ષન બોર્ડ  ના સચિવ ડો. અઢિયા સાહેબ  ના હસ્તે ઇનામ સ્વીકારતા   ભાવનાબેન લક્ષ્મીરાય ધોળકિયા  તા. ૬/૯/૨૦૧૧    ઇન્ટેલ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા આયોજિત  પ્રોજેક્ટ સ્પર્ધા માં  '  ૨૧ સદીનું નજરાણું - વિશ્વ   અર્થતંત્ર માં ક્રાંતિ -  ઈ - કોમર્સ ' વિષય  પર કરેલા પ્રોજેક્ટ સિલેક્ટ  થતા  ઇનામ વિતરણ સમારોહ                 

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011

શિક્ષક દિન

   ૫ સપ્ટેમ્બર ડો રાધાકૃષ્ણન ના જન્મ દિવસ   ને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ . શિક્ષકનું  કામ तमसो मा ज्योतिर्गमय  નું છે. સમાજમાં જાગૃતિ લાવવાનું છે. અને ઘણા શિક્ષકો આવું ઉમદા કાર્ય કરે પણ છે
       પરંતુ અવારનવાર  આપણે શિક્ષકો ની વિરુદ્ધ સાંભળીએ છીએ  ત્યારે એમ થાય  કે  શું સમાજમાં ડોક્ટર વકીલ અન્ય વ્યવસાયીઓ બધા જ   નિષ્ઠાવાન   છે?  ખુદ માતા - પિતા ચારિત્રયવાન અને પ્રમાણિક છે ? મેં ઘણીવાર એવું જોયું છે  કે  શાળા માં અમુક પ્રકારના ડ્રેસ ની મનાઈ હોય પરંતુ  માતાની ઈચ્છા એવા ડ્રેસ પહેરાવવાની હોય    શાળામાં  મોબાઈલ પર   પ્રતિબંધ હોય   પરંતુ માતા-   પિતાને પોતા નું સંતાન    smart દેખાય  તે માં રસ  હોય એનો ઉપયોગ  જોવાનો ટાઇમ વાલીને નથી   આજે જ  ગુજરાત સમાચારમાં  વાંચ્યું કે વાલી  બાળકોનું લેશન કરતા થઇ ગયા છે  શા માટે ? આપણે  ફરવા નીકળી ગયા હોય , ટી. વી. જોતા હોય dhayan devayu     ન  હોય  athva to aapna khyama aapnu balk    ન હોય phela માતા-   પિતાને balk kya  dhoran   માં    છે તે  પણ  khabr nahti    પણ  balko  jate જ bhanta sathe abhyasnu koi tensan  ghar કે    શાળા કે  smaj tarf  thi    htu જ  nahi  
        samgra  samajma shudhro  thayo છે     ત્યારે  શિક્ષક  જ  શા  માટે   nindniy ?     

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ગુજરાત રાજ્ય ની ભૂગોળ

ગુજરાત રાજ્ય ની ભૂગોળ       
  •   ગુજરાત  રાજ્યની સ્થાપના ૧ મેં  ૧૯૬૦ ના દિવસે થયેલી છે .
  • ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલો છે .
  •  ગુજરાત રાજ્ય  20 ઉ. અક્ષાંશ  થી  ૨૪ ઉ. અક્ષાંશ  વચ્ચે  આવેલું છે
  • ગુજરાત રાજ્ય  ૬૮ પુ.રેખાંશ થી  ૭૪ પુ. રેખાંશ વચ્ચે  આવેલું  છે.
  • ગુજરાત રાજ્ય  ૨૫ જીલ્લામાં વહેચાયેલું છે.
  • કર્કવૃત્ત ગુજરાતના કચ્છ , મહેસાણા અને સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થાય છે
  •  કચ્છ નું મોટું રણ કચ્છ જીલ્લાની ઉતર બાજુએ આવેલું  છે
  •   કચ્છ નું   નાનું રણ  કચ્છ જીલ્લાની  પૂર્વ બાજુએ આવેલું છે
  • ગુજરાતને ૧૬૦૦ કી.મી. જેટલો લાંબો દરીયાકીનારો છે 
  •  ગુજરાતને  ૧૮૪ તાલુકા છે 
  •  જુનાગઢ જિલ્લાને સૌથી વધુ ૧૫ તાલુકા છે
  •  વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો છે
  •    વિસ્તારની  દ્રષ્ટિએ  ગાંધીનગર સૌથી નાનો જીલ્લો છે
  •    ગુજરાતનો  કુલ ભૌગોલિક વિસ્તાર  ૧,૯૬,૦૨૪ ચો.  કી.મી  જેટલો  છે.
  •    ગુજરાતનો  સૌથી  ઉચો પર્વત ગીરનાર છે
  •   ધીણોધર કચ્છનો સૌથી  ઉચો  ડુંગર છે 
  •    વેરાવળ મત્સ્ય ઉધોગ નું  સૌથી મોટું  કેન્દ્ર છે
  •   મોરબી ઘડિયાળ ઉધોગ  જાણીતું છે 
  •  અકીકનું ઉત્પાદન ભારતમાં એક માત્ર ગુજરાતમાં જ થાય છે
  •  ઇફ્કોનું કારખાનું કલોલમાં આવેલું  છે
  •    ભાવનગર જામફળ માટે વલસાડ ચીકુ માટે  અને  સુરત કેળાં માટે  જાણીતા છે
  •    ધોળકા અને ભાવનગર દાડમ માટે  જાણીતા  છે

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

દુનિયા બહુરંગી

.     આખી આ  દુનિયા વિરોધાભાસ થી રચાયેલી છે. કોઈ વસ્તુ એવી નથી જેની બે બાજુ ન હોય એટલે જ દુનિયાને દોરંગી કહે  છે   પરંતુ દુનિયા  દોરંગી નહી બહુરંગી  છે સાચો   જ્ઞાની  છે જે દુનિયાની આ  માયાજાળ માં   અટવાતો નથી  તેવી વ્યક્તિ ક્યારેય   પણ બીજા શું    વિચારે છે એ વિચાર્યા વિના આપણને  જે યોગ્ય  લાગે તે કરવું એમ વિચારે છે  દુનિયાના મોટાભાગના લોકો બીજા  શું વિચારે  છે  તે  માનીને જ જીવે છે આ  વાતને અનુરૂપ એક દ્રષ્ટાંત  છે -
                                         એકવાર એક પિતા ને પુત્ર ઘોડા પર જી રહ્યા હતા તેવામાં તેઓ એક ગામ પાસે આવ્યા ગામના લોકો તેમના તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હતા તેવામાં તેમને સાંભળ્યું કે " જુઓ કેટલા નિર્દય છે  બન્ને જણા ઘોડા પર  બેઠા છે બિચારો ઘોડો "   આ  સાંભળીને પિતા ઘોડા પરથી ઉતરી ગયો થોડે આગળ ગયા ત્યાં પાછું સંભળાયું કે  " આ દીકરો કેટલો નિર્દય છે  બાપ ચાલે છે અને છોકરો ઘોડા પર  બેઠો છે "  આ  સાંભળીને  છોકરો ઘોડા પરથી  ઉતરી  ગયો  અને  પિતાને ઘોડા પર  બેસાડ્યા ફરી થોડે  આગળ  ગયા  ત્યાં પાછા લોકો  બોલ્યા શું  કલિયુગ છે  પોતે ઘોડા પર  બેઠા  છે  કુમળા ફૂલ જેવા બાળકને ચલાવે છે."  આ  સાંભળી પિતા અને પુત્ર  બન્ને ચાલવા લાગ્યા  થોડે  દુર ગયા  ત્યાં  પાછા લોકો  સામે મળ્યા તે  બોલ્યા  " શું મુર્ખ લોકો  છે પાસે ઘોડો  છે અને  બન્ને  ચાલતા જાય છે"  
    ત્યારે પિતા અને  પુત્રને સમજાયું લોકો  શું  કહે  છે તે રીતે વર્તવાથી કશોજ ફાયદો થતો નથી આનો મતલબ એમ  પણ  થી  કે  હંમેશા આપણે  જે ધારતા  હોઈએ તે જ  સાચું હોય  વિવેકબુદ્ધિ  અનુસાર નિર્ણય લેવો પડે .

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

ઉત્સવ પ્રિય ખલુ જનાહા

  ઉત્સવ   પ્રિય ખલુ જનાહા
      કહેવાયું છે કે ઉત્સવ  પ્રિય ખલુ  જનાહા  ઉત્સવ  માનવી ને રીચાર્જ કરવાનું કામ કરે છે  એકધારા જીવન માંથી મુકિતી મેળવવા ઉત્સવ ઉજવવામાં આવે છે.  ગુજરાતી દરેક માસમાં કઈ ને કઈ  તહેવાર ઉજવવામાં આવે છે  તેથી ઉત્સવ પ્રિય  ખલુ  જનાહા  કહેવાયું  છે
          તેમાં પણ શ્રાવણ માસથી દિવાળી સુધી સતત આનંદિત વાતાવરણ જોવા મળે છે  શ્રાવણ માસ આવે અને બાળપણ યાદ આવે  જુદા જુદા મેળામાં જવાનું રમકડા ખરીદવાના મારા મમ્મી - પપ્પા તો મને મનગમતા રમકડા લઇ આપતા દર સોમવારે જુદા જુદા  મંદિરે દર્શન કરવા જવાનું  મજા  પડી જતી .                     
                   ત્યારની તો  જિંદગી જ જુદી હતી અમારે ત્યારે  આજના વિદ્યાર્થી જેટલું ભણવાનું ટેન્શન ન હતુંઆજે પણ  એમ લાગે કે  નાના રહેવામાં કેવી મજા  છે પણ આખરે દરેક પરિવર્તન સ્વીકારવા જ રહયા પરંતુ જે આપણાથી નાના છે તેને બમણા ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં  ભાગીદાર થઈએ કારણ કે   તેમને પણ આવો સમય પાછો નહી મળે અને આપણે પણ પાછા વીતેલા દિવસો યાદ કરી લઈએ.

આજના શિક્ષન વિષે મારા વિચારો

   આજના શિક્ષન વિષે   મારા વિચારો 
         આજના વિદ્યાર્થી હોંશિયાર ,ચાલાક અને તંદુરસ્ત છે .ટેકનોલોજી તેના  લોહીમાં છે.  પરંતુ  આમ છતાં  અવારનવાર સમાચાર સાંભળીએ  છીએ કે  વિદ્યાર્થી  અભ્યાસના બોજથી   આત્મહત્યા કરે   છે.  ત્યારે આપણને એમ  થાય કે  પહેલા  આટલા સંદર્ભ સાહિત્ય ન હતા . રોજના બે  પેપર હતા   આઈ.એમ.પી. માંગવાની વિદ્યાર્થીને ખબર નહતી પડતી અને  શિક્ષકોને  આપવાની ખબર નહી હોય એમ   લાગે છે. આટલા  લોકો પરીક્ષાની શુભેચ્છા  પાઠવતા નહતા  આમ  છતાં   ત્યારે  અભ્યાસ ના કારણે કોઈ બોજ નહતો  આખું વર્ષ તો ભણવાનું હોય  પરિક્ષા માં શું આવશે તેનો વિચાર જ ન  હતો
            આજે   તદ્દન   જુદી જ પરિસ્થિતિ  જોવા મળે  છે આજે   વાલી, શિક્ષકો સમાજ  બધાજ  શિક્ષન પરત્વે  ચિંતિંત છે. છતાં   વિદ્યાર્થીની અભ્યાસના    કારણે  આત્મહત્યા ?   માની   ન  શકાય આજના  શિક્ષન થી માણસ  ડીગ્રીધારી બને છે. પરંતુ   શિક્ષિત   નહી  મોટી   ફી  ભરી  ડીગ્રી   ખરીદી   શકાય શિક્ષન  મેળવી શકાય  નહી આજે  mba , bca , mbbs વગેરે ડીગ્રી   વેચાય છે   શિક્ષન અપાતું નથી   જો આ  બાબત પ્રત્યે   આપણે  અત્યારે જાગૃત નહી થઈએ તો  આપણા  ગુજરાતની સ્થિતિ શું   થશે ? હકીકતમાં  વિદ્યાર્થી  ને ભણવા  નો   બોજો    છે જ  નહી   વિદ્યાર્થી નું ધ્યાન ભણવા કરતા  બીજી   બાબતોમાં વધારે છે  તેને ખબર છે   કે વાલી ચોરી કરવા ભલામણ માટે દોડશે  અને પરિક્ષા માં   ચોરી  કરવા દે તેવા   શિક્ષકો પણ આ દેશમાં છે.   









મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

બાળકોમાં જોવા મળતી આક્રમકતા

         આક્રમકતા એ  આજના યુગને મળેલો અભિશાપ છે .વર્તમાનપત્રમાં અવારનવાર  સમાચાર   આવે છે કે એક વિદ્યાર્થી એ  સહપાઠીને  બંદુક મારી દીધી   કે માર માર્યો   વગેરે.     
         મોટાભાગના માતા -  પિતા બાળકોમાં જોવા મળતી આક્રમકતાથી ગભરાઈ   ઉઠ્યા છે .ત્યારે સવેળા  સહચિંતન  અનિવાર્ય છે.
 
                   બાળકોમાં  આક્રમકતા  શાથી જોવા મળે  છે?  માતા  - પિતાએ   પોતાના વર્તનનું   નિરિક્ષન કરવું જોઈએ  ઇંગ્લેન્ડની  એક  સ્કૂલમાં કેટલાક  વિદ્યાર્થીએ    કહ્યું કે   તેમને સૌથી વધુ  એલર્જી તેના માતા  -પિતાની  છે   પોતાના  પાર્ટી, હરવા - ફરવા , કેરિયર વગેરેમાંથી ટાઇમ કાઢી  બાળકોને પ્રેમ આપવાની જરૂર છે.આજે મોટાભાગના માતા - પિતા બાળક ને  પોતાની  ઈચ્છાપૂર્તિ નું સાધન  માને છે  હકીકતમાં બાળકની જે   કઇ શક્તિ  છે  કે   મર્યાદા  છે  તેને  સ્વીકારવાની  જરૂર છે   એની  ક્ષમતાના   આધારે તેની  પાસે અપેક્ષા  રાખવી  જોઈએ.  આ  શિવાયના   પણ ઘણાં પરિબળો   જવાબદાર   છે  પરંતુ    સૌથી પહેલી   અસર માતા- પિતાની પડે છે.

સોમવાર, 8 ઑગસ્ટ, 2011

રાષ્ટ્ર ના આર્થિક વિકાસમાં નાગરિકનું યોગદાન

        કોઇપણ રાષ્ટ્રના  સર્વાંગી  વિકાસમાં તેનું આર્થિક પાસું અત્યંત  મહત્વપૂર્ણ હોય છે ભારત જેવા અનેક સમસ્યાથી ઘેરાયેલા રાષ્ટ્રના વિકાસવર્તુલમાં તેનું આર્થિક પાસું જ  મધ્યબિંદુ ગણાવી શકાય તે માટે બે બાબતો પાયાની ગણાવી શકાય (૧) ભૌતિક સાધનો   (૨) માનવીય સંપતિ  ભારતમાં આ બન્ને વિપુલ પ્રમાણમાં છે કહેવાયું છે  કે "ધનિક ભારતમાં ગરીબો વસે છે."ત્યારે સંવેદનશીલ નાગરિકને પ્રશ્ન   થાય કે  શા માટે એમ કહેવાય છે ? 
               મનોમંથનના અંતે  મારું મન એમ   કહેં છે   કે  દેશના આર્થિક વિકાસ માટે માત્ર નાણાં ખર્ચાય એ જરૂરી નથી દેશના નાગરિકોમાં વફાદારી, રાષ્ટ્રપ્રેમ વગેરે જરૂરી છે  ભ્રષ્ટાચાર લાંચરીશ્વત   એક સામાન્ય વ્યવહાર બની ગયા છે  
                  આપણે ત્યાં લોકો ધાર્મિક વૃતિ વધારે ધરાવે છે તેથી દાન દેવું, અન્યને વધારેમદદ કરવી વગેરે  આળસુ લોકોને વધારે આળસુ બનાવે   છે ભીખારીઓ ,મંદિરના સાધુ -બાવાઓ , પુજારી દરેકને ઉત્પાદન પ્રક્રિયામાં   જોડવા   માટે  દાન  આપવાનું બંધ કરવું જોઈએ મંદિરમાં પૈશા   મુકીને જ દર્શન કરવા જરૂરી નથી કામચોરી ,નિયમનો ભંગ કરવો , અંધશ્રદ્ધા , વહેમ,કુરિવાજ , મૃત્યુ પછીના જીવન વિષે વિચાર , પરિવર્તનનો  અસ્વીકાર  વગેરે જ આપણી ગરીબી માટે  જવાબદાર છે 
                        આમાંથી બહાર નીકળવું હોય તો આપણે  સંકલ્પ  કરવો  રહે કે  રાષ્ટ્રની સંપતી આપણી સંપતી છે અમે તેનો બગાડ નહી કરીએ અમે  કામ કરશું અને બીજાને કામ  કરતા કરશું  કાર્યને જ  ધર્મ માનશું 
   આ   દેશને જરૂર છે  પ્રમાણિક, નીતિવાન અને  કર્મનિષ્ઠ નાગરિકોની

શનિવાર, 6 ઑગસ્ટ, 2011

અંતરંગ મિત્રો..

આસુંઓ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે
   કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?

                       છે ને આપણા અંતરંગ મિત્રો...
હા મિત્રો સ્નેહ અને સહકારના પુલ જેવા છે આપણે સમાજના અનેક વ્યવહારોમાં અન્યની સાથે રહીને કામ કરવાનું થતું હોય છે ક્યારેક ઘર્ષણ ના પ્રસંગો પણ બનતા હોય છે ત્યારે પોતાની જાતને સંભાળીને અન્ય સાથે સમાયોજન સાધીને આશાવાદી બનવામાં જ   જીવન જીવવાની ખરી મજા છે દુ:ખ , હતાશા વગેરે  પ્રસંગો એ આપણા લાગણીના સંબંધો જ આપણને ફરી પલ્લવિત કરી શકે છે આપણને એમ લાગે કે ...
  એ દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યાં કહેના ..
સાચા મિત્રો  આપણા જીવનના પથદર્શક   બને છે મુશ્કેલી ના  સમયે આપણને તૂટતા   બચાવે છે .હા , ક્યારેક આપણી વધુ પડતી   અપેક્ષા   તો કોઇપણ સબધ માં  તનાવ  ઉભો કરે છે.
 
કાળના પ્રવાહમાં વહેતા ક્યારેક એવું લાગે કે છૂટ્યા કેટલાક સંબંધો વણઈચ્છીએ અને બંધાય છે નવા તાર અકલ્પ્યે અને તેમાં-
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓંચિંતા બોલાયા નેહના બે વેણ 
સદા એવા ને એવા રહેશે હૃદય માં 
કડવા આ પાંદડા તો આવશે ને જશે 
હશે લીમડાની છાંય મ્હેંકભીની

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

સ્મરણ

   હાટકેશજન ૨૦૦૮ માંથી નુપુર  અંતાણી લિખિત  સ્વજનની  યાદ મારી મા ની યાદ માં અત્રે રજુ કરું  છું .
                             વર્તમાનમાં  કિનારે  બેઠી ભૂતકાળમાં  ડોકિયું  કરતી  હતી  
                             પરંતુ અંદર ન હતી માછલી  કે કાચબો એ તો  હતી યાદોની  લહેરો 
                              રચાતા ગયા  વમળો   ખ્યાલોના એમાં  ભીંજાઈ ગઈ  આંખો અશ્રુથી       
                               યાદોની  લહેરખીના  ઝાંપટા તો આવતા  જ   હતા   જયારે  
                               ઓટ આવી પગ તળેથી યાદોની લહેરો ચાલી ગઈ  ત્યારે  
                                ભાન આવ્યું આતો છે વર્તમાન તેમાં નથી હવે માં  
                                એ તો બસ રહે છે મોતી છીપમાં  તેની યાદી કંડારી છે મનમાં     
                                 હવે હું હારી તેની ઝલક જોવા નહી મળે    

મંગળવાર, 2 ઑગસ્ટ, 2011

ashavad

કહેવાયું છે કે "દ્રષ્ટિ તેવી સૃષ્ટિ  "  આપણી દ્રષ્ટિ  અનુસાર જ સૃષ્ટિ રચાય છે.પ્રકૃતિની પ્રત્યેક વસ્તુ ઉલ્લાસપ્રેરક  છે .  જો   આપણે   પ્રાકૃતિક  જીવન જીવતા હોઈએ   તો   આપણા જીવનમાં સુખ અને સંતોષ  આવવાના જ છે  નિર્મળ આત્માઓ  જ સુખ માણી શકે  છે.
            આપણી  આસપાસના  વિશ્વના  ઘડવૈયા આપણે  પોતેજ  છીએ . સંજોગો ના  એકસરખા વાતાવરણમાં પણ આશાવાદી માણસો  આસમાનના તારલા જોવે છે.ઉત્સાહની  જ્યોત પ્રગટાવી જાણે છે  આશાવાદી માણસો  હસતા હસતા  જીવનનો બોજ સહે  છે .સમાજની  અનેક પ્રવૃત્તિ માં ઘર્ષણના  પ્રસંગો અવારનવાર  બનતા હોય છે ત્યાં   પોતાની જાતને  સંભાળીને અન્યની સાથે  અનુકુલન  સાધીને આશાવાદી બનવામાં જ  કસોટી થાય છે . 
             " તુલસી  ઇસ  સંસાર મેં    ભાતભાત કે લોગ 
               સબ સે  હિલમિલ  ચલીએ નદી નાવ સંજોગ"   
              આપણા વિચારોના   પડઘા   શબ્દો  અને   કાર્યોમાં પડે છે . પ્રોત્સાહક વિચારો શક્તિમાં  વધારો  કરે છે .     

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

dharmbandhuji pravchan

તા.  ૧૭/૦૧/૦૮  થી  ૨૪/૦૧/૦૮ સુધી   પ્રાસ્લામાં રાષ્ટ્રીય શિબિરનું  આયોજન  થયું  હતું  જેનાં કેટલાક અંશો અત્રે રજૂ કરું છું -
                    हमने ये  माना की   सारे जगका   अंधकार हम   मिटा  नही शकते लेकिन अपनी   छोटीसी  मोमबती   हम  बुज़ा नही शकते    
  •     लंगोटी   का पक्का  जुबान का  सच्चा  दुनिया  में कभी  ठोकर   खा  नही  शकता ! 
  •   जो बात या जो  वस्तु  हमे किसीसे  छिपानी  पड़े वो बात या वस्तु हमे अपने  पास नही रखनी    चाहीऐ!
  •    संसार में ग्यान के समान कोई  बल   नही हें और अग्यान के समान कोई निर्बलता  नही हें ! 
  •   अगर   आप  कुछ बन  नही शकते   हो   तो     मत   बनो    लेकिन  कभी  टूटो मत !
  •   हमारे  जीवन में एक बुराई  आ गई   तो  दुशरी  को   बुलानी  नही पडती अपने आप आ जाती  हें !
  •  हमे किसी का  हक्क    नही छिनना  नही चाहीऐ !
  •  जो व्यक्ति अपने  प्रति   इमानदार   नही हें वो समाज   के प्रति  इमानदार नही हो शकता ! 
  • हमारी आंख ने  इस संसार के मनुष्य को चार विभाग में विभाजित किया व्हाइट पीपल या ने यूरोपियन यलो पीपल या ने चीनी ब्लेक पीपल या ने आफ्रिकन ओर रेड  पीपल या ने एशियन 
                        हमारे खून के आधार पर संसार के मनुष्य को चार विभाग में विभाजित किया  a ग्रुप , b ग्रुप अब ग्रुप  ओर o ग्रुप
                         लेकिन हमारे दिमाग ने मनुष्यों को कई विभाग में विभाजित किया हें ये गलत बात हें संसार के  सभी मनुष्य एक ही माता पिता   कई संताने हें !






   
 

 



  



  




   

શનિવાર, 2 જુલાઈ, 2011

Education new year

મિત્રો , શૈક્ષણિક નુત્તન વર્ષાભિનંદન . 
                     ફરી શાળા  અને કોલેજ  ધમધમતા  થયા. કેટલાંકને   મનપસંદ પ્રવાહમાં  પ્રવેશ  મળી ગયો  કેટલાકે જેમાં   પ્રવેશ મળ્યો   તેમાં અભ્યાસ   શરૂ  કર્યો  કેટલાકે  મનપસંદ વિષય  રાખ્યા તો  કેટલાકે મિત્રો જે વિષય રાખે તે રાખ્યા  કોઈક ના  મમ્મી - પપ્પાએ   વિષય પસંદ કરી દીધા  
                      માત્ર ૨૫ % વિધાર્થી  પોતાના પસંદગી  ના પ્રવાહ માં અભ્યાસ કરી શકે છે  મોટાભાગે 
     માતા  -પિતા પોતાની અતૃપ્ત   ઈચ્છા  સંતાનો  પર  ઠોકી   બેસાડે    છે  આ માટે   એક ઉદાહરણ  જોઈએ -
                   એક માણસે  કહ્યું  : આજે તમને અનોખી ચીજ બતાવું  છું .
                   સર્કસ ના મેનેજરે કહ્યું :  બતાવો  અમારું કામ જ અનોખી ચીજ બતાવવાનું છે .
                  માણસે  એક ગલુડિયા ને પિયાનો પર બેસાડ્યું  તે તો સરસ સુરીલો  રાગ છેડવા લાગ્યું 
                  ત્યાંજ  એક મોટું  કુતરું આવ્યું   અને તે ગલુડિયાને  મોંમાં  ભરાવીને  લઇ ગયું .
                   મેનેજરે કહ્યું :  આ શું છે ?
                   પેલા માણસે કહ્યું : તે તેની માં હતી તે તેને ડોક્ટર બનાવવા માંગે છે

        

ગુરુવાર, 5 મે, 2011

my dear mama


પુન: પ્રકટો જો કદી પૃથ્વી પર પુન: મારે પ્રકટવાનું વળી
તો જનેતા તમને પસંદ કરું ફરી 
છ મહિના મૃત્યુને થયા તમારા છ યુગ જેવા ગયા
વેદનાની વાત અંતરમાં વણી અમે કર્તવ્યો કરતા રહ્યા 
પરંતુ પળ પણ તમને ન વીસર્યા .
 આમ તો આટલા વર્ષોમાં મધર્સ ડે યાદ નહી તેની કોઈ નોંધ નહી કારણ ત્યારે તો મારી મમા મારી પાસે હતી તેથી રોજરોજ મધર્સ ડે હતા
                મારી મમા ભણેલ તો ચાર ધોરણ પણ ગણેલ વધારે  હતા હું ભાઈ બહેનોમાં સૌથી નાની તેથી હું મમ્મી -પપ્પા ની લાડકી દીકરી તેઓ અમારી નાની બાબતોની પણ કાળજી લેતા મારા મમા સ્વાશ્રયી , સહનશીલ, ઉદ્યમીહિંમતવાન હતા તેઓનું જીવન કરકસરપૂર્ણ  હતું તે રોજ મારી સ્કુલે થી  આવવાની રાહ જોઇને બેસતા મને જમવાનું તો મમા પાસે બેઠા હોય તો  ભાવતું   તેઓ ગુસ્સે થયા વિના પણ મને શિસ્તમાં રાખવાનું સારી રીતે જાણતા હતા તે મારી બધીજ ઈચ્છા પૂરી કરવા તત્પર રહેતા.  તેને વર્તમાનપત્ર વાંચવાનો ખુબ શોખ હતો તે રોજ મને જુદી જુદી કોલમ વિષે વાત કરતા હતા અમારી પ્રગતિના રાહબર તે હતા અમારી પ્રગતીમાં તે ખુબ ખુશ થતા તે બીમાર પડ્યા ત્યારે પણ તેના દુ:ખ કરતા અમારી જ ચિંતા કરતા હતા તે નાની નાની બાબતોની પણ સલાહ આપતા તેના જવાથી જીવનમાં સૂનકાર થઈ ગયો 
                  મમા તમે જ્યાં હો ત્યાંથી સદા આશિષ વરસાવતા રહેશો ભલે તમે સદેહે મારી સાથે નથી પરંતુ તમારી હાજરી સતત મારી સાથે રહેશે . ફરી પાછા ક્યાંક મળીશું .

મંગળવાર, 3 મે, 2011

રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના 
થોડા અમે મુંઝાઈને મરી જવાના 
સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ 
દીપક નથી અમે કે ઠર્યા ઠરી જવાના 
મિત્રો ટુંક સમયમાં પરિણામની મોસમ શરૂ થવાની છે એવું પણ બને કે ધાર્યું રીઝલ્ટ આવે ત્યારે શું ? હતાશા, નિરાશા ,આત્મહત્યા નો નેવર હંમેશા યાદ રાખવું ઘટે કે -
After all  tomorrow is  the another  day 
દિવસ જુદો,નવી આશા નવી મહેનત નવી હિંમત નિષ્ફળતા એક ઘટના છે કાયમી પરિસ્થતિ નહી તમે ફરી થી કોઇપણ ક્ષેત્ર માં સારો દેખાવ કરીને સફળતા પ્રાપ્ત કરી શકો છો ગમે તે ઘડીએ તક મળે ત્યારે ઝીલી લેવા તત્પર હશો તો પરીક્ષાના પરિણામ તમારી કારકિર્દી પર વધારે અસર નહી છોડી શકે જસ્ટ થીંક તમારું ધ્યેય માર્કશીટ છે કે કારકિર્દી કારકિર્દીનો સંબધ ડીગ્રી સાથે નથી માણસ સાથે છે ગમતી બાબત માં ચિત પરોવો
        જિંદગીની મજા એના સસ્પેન્સમાં છે આપણુ ધાર્યું આપણને ગમતું જ થયા કરે તેવી બોરિંગ લાઈફશા કામની ? અહી તો ન ગમતી , ન ફાવતી ,ચિંતાપ્રેરક કોઇપણ ઘટના ગમે ત્યારે બની શકે છે તેમાં આપની આસપાસના લોકો શું કહેશે ? નો ભય શા માટે ? લોકોની પ્રસંશા કે ટીકા એ એમના અભિપ્રાય છે આપના માટેનું સત્ય નહી આપને તો આપણી ધૂનમાં મસ્ત રહી આપણી શક્તિ પ્રમાણે કર્મ કરતા રહીએ

           નિશા છો ને ભયંકર હો ઉષા નવ રંગ લાવે છે
            પતનનું હર પગથીયું એક નવું ઉત્થાન લાવે છે.







રવિવાર, 1 મે, 2011

sanbndho

આસુંઓ ના પડે પ્રતિબિંબ એવાદર્પણ ક્યાં છે
   કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?

                       છે ને આપણા અંતરંગ મિત્રો...
હા મિત્રો સ્નેહ અને સહકારના પુલ જેવા છે આપણે સમાજના અનેક વ્યવહારોમાં અન્યની સાથે રહીને કામ કરવાનું થતું હોય છે ક્યારેક ઘર્ષણ ના પ્રસંગો પણ બનતા હોય છે ત્યારે પોતાની જાતને સંભાળીને અન્ય સાથે સમાયોજન સાધીને આશાવાદી બનવામાં જ   જીવન જીવવાની ખરી મજા છે દુ:ખ , હતાશા વગેરે  પ્રસંગો એ આપણા લાગણીના સંબંધો જ આપણને ફરી પલ્લવિત કરી શકે છે આપણને એમ લાગે કે ...

  એ દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યાં કહેના ..
પરંતુ એ માટે -
  • હકારાત્મક વલણ રાખવું 
  • મક્કમ અને હિંમતવાન બનવું 
  • પોતાની નબળાઈનો સ્વીકાર કરવો 
  • આપણાથી ન થઈ શકતા કાર્યની વિવેકપૂર્ણ રીતે ના પાડવી
  • પોતાની જાત પર વિશ્વાસ રાખવો 
  • દ્રષ્ટિ નિર્મળ અને ગગનદર્શી રાખવી 
  • આપણી આસપાસના લોકોને પણ પોતાના મનોવલણ, પૂર્વગ્રહ , વગેરે પણ હોય છે તે યાદ રાખવું
  • અપેક્ષા બને તેટલી ઓછી રાખવી 
                              કાળના પ્રવાહમાં વહેતા ક્યારેક એવું લાગે કે છૂટ્યા કેટલાક સંબંધો વણઈચ્છીએ અને બંધાય છે નવા તાર અકલ્પ્યે અને તેમાં-

બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓંચિંતા બોલાયા નેહના બે વેણ 
સદા એવા ને એવા રહેશે હૃદય માં 
કડવા આ પાંદડા તો આવશે ને જશે 
હશે લીમડાની છાંય મ્હેંકભીની







ગુરુવાર, 28 એપ્રિલ, 2011

Thought

વિચારએ માનવમાત્ર નું એક સાચું અને સચોટ હથીયાર છે. વ્યક્તિને સફળતાના શિખરે પહોચાડવામાં એક સદવિચાર કાફી છે  જે વ્યક્તિ પોતાના વિચારનો સ્વામી બની શકે પોતાની ઈચ્છા -લાગણીને કાબુમાં રાખી શકે તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તે ચોક્કસ પોતાના ધ્યેય ને સિદ્ધ કરી શકે આથી જ કહ્યું છે કે "Think  like  a  man of action and  act  like  a  man  of  thought " દુર્બળ મન દ્વારા દ્રઢ ચારિત્ર નું નિર્માણ થતું નથી
            પ્રતિભા જ મહાન કાર્યોનો પ્રારંભ કરે છે  અને પરિશ્રમ જ તેને પૂર્ણતા આપે છે  જીવનમાં નાના મૂલ્યોનો સરવાળો કરવામાં આવે તો ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થયા  વીના  રહેતું નથી જરૂર છે ફક્ત પાયાના સિદ્ધાંતોને વળગી રહી ને શરૂઆત કરવાની 
              " સોચકો બદલો નઝારે બદલ જાયેંગે ,
                કશ્તીયા  બદલને કી જરૂરત નહી ,
                દિશાઓ કો બદલો કિનારે ખુદ-બ-ખુદ  બદલ જાયેંગે "

aekl panth pravasi

શ્રદ્ધા અને દ્રઢ આત્મવિશ્વાસ  ધરાવનાર જ પડકારભર્યા માર્ગે સફર કરી શકે અનેક લોકો જે માર્ગે જતા હોય તેના કરતા અલગ રસ્તો પસંદ કરવામાં સૌથી મોટો ડર એકલા પડી જવાનો છે. આવા સમયે મક્કમતાથી શરૂઆત કરવી આજ સૌથી મોટું મહત્વપૂર્ણ કાર્ય છે. એક વખત ચાલવાનું શરૂ કરતા આપોઆપ પગદંડી પડતી જશે અને રસ્તો બનતો જશે 
              " ધ્યેયપ્રાપ્તિ  સુધી મંડ્યા રહો "   સફળ વ્યક્તિઓં નો જીવનમંત્ર હોય છે. દરેક વ્યક્તિના ધ્યેય અને તેનો જીવનપંથ અલગ હોય શકે સમાજના બહુમતી લોકો આપની સાથે ચાલવા તૈયાર ન થાય ત્યારે
' તારી હક સૂની કોઈ ન આવે તો એકલો જાણે રે... ની જેમ ચાલવા શરૂ કરી દેવું ગાંધી , રામકૃષ્ણ વગેરેએ શરૂઆત એકલાએ જ કરી હતી આવા સમયે તેમના ધ્યેયપ્રાપ્તિ ના માર્ગે ચાલવા માટે કઇ પ્રેરણા હશે કહી શકાયને  કે તેમને થયેલ આત્મજ્ઞાન વિષે પૂર્ણ શ્રધ્ધા અને લાગણી જ તેમની પ્રેરણા હશે 
                ગુજરાતીમાં કહેવત છે ને કે ' કામ કામને શીખવે '   એ રીતે ધ્યેય ના રસ્તે મૂકેલ પ્રથમ પગલું બીજા પગલાનો રસ્તો બતાવે છે. એક સફળ વ્યક્તિને તેની સફળતાનું રહસ્ય પૂછતા તેણે કહ્યું કે 
" બધા જયારે સુતા હતા ત્યારે હું પર્વતનું એક એક પગથીયું ચડતો હતો બધા જાગ્યા ત્યારે  હું ટોચે હતો " 
                બધી જ વાત કરતા મહત્વની વાત છે એકલા જવાની હિંમત જેઓં આ રસ્તે ચાલ્યા નથી તેમને તો ખબર જ પડતી નથી માટે કોઈ આપણી નોંધ લે કે ન લે આપણે  જ આપણી કદર કરવી  શરૂઆત ક્યારેક સફળતા સુધી લઈ જશે  શરૂઆત જ નહી હોય તો ધ્યેય માત્ર કલ્પના બનીને રહી જવાનું .


બુધવાર, 27 એપ્રિલ, 2011

jivan

કોઇએ સાચું જ કહ્યું છે કે -
એ વાત જુદી છે કે તું કાંટા સંઘરે 
બાકી તો આ હયાતી સ્વયં ફૂલછાબ છે.
ખરેખર આ પૃથ્વી અદભૂત છે. હરીભરી છે સમૃદ્ધ છે આ સુંદર પૃથ્વી પર એક એક વસ્તુ જન્મે છે ,જીવે છે અને કરમાઈ જાય છે. જીવનની આ આખીયે ગતિનો પર પામવો મુશ્કેલ છે ખુલ્લાપણું જીવન છે અને બંધીયારપણું મૃત્યુ છે આથી જીવનને એક સુંદર આકૃતિમાં રૂપાંતરિત કરવાનો સંકલ્પ કરીએ  દુનિયાની સૌથી મુલ્યવાન ચીજ ' જીવન ' આપણને મળેલ છે યંત્રવિદ્યા ની રીતે આપને ઘણી જ પ્રગતિ કરી છે  પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે આપણે આપણે ઘણા જ પછાત છીએ આપણી માન્યતા અને વિચારોમાં જ આપણે રત્ત રહીએ છીએ 
          વગર વિચાર્યે  જીવાતું જીવન  શુક્ષ્મ આત્મહત્યા બરાબર જ છે. તે યાદ રાખીને જાગૃતિપૂર્વક જીવશું તો જીવન ક્ષણે ક્ષણે આનંદમય બનશે . બાકી તો -
"દ્રષ્ટિ ના ભેદ છે બધા દ્રષ્ટિ ના ફેરફાર છે
દ્રષ્ટિ મઝાની હોય તો દુનિયામાં નૌબહાર છે."

મંગળવાર, 26 એપ્રિલ, 2011

man

જિસને મનકા દીપ જલાયા 
   દુનિયાકો ઉસને ઉજલા પાયા 
આ પંક્તિ સુખી જીવનનો રાહ બતાવે છે મનનો દીપક જલાવવો એટલે ? મનનો દીપક જલાવવા માટે મનમાં પડેલા ઈર્ષા , અહંકાર, દ્વેષ , વેરઝેર ,નિરાશા ,હતાશા ,પૂર્વગ્રહ વગેરે દુર કરી સદવિચાર અને સદચિંતન થી મનને ઝળહળતું  કરવાની વાત છે 
મનહી દેવતા મનહી ઈશ્વર મન સે બડા ન કોઈ 
મનમાં ઉદભવેલું સ્વપ્ન સાકાર કરવા માટે ઉત્સાહ અને તરવરાટની દોસ્તી કરો આપણી આસપાસ ઉત્સાહથી છલકતા માણસોને હળવા- મળવાનું  રાખવું આવું કરવાથી આપણું સ્વપ્ન તો સાકાર થશે સાથે સાથે આપણી તંદુરસ્તી પણ જાળવી શકીશું નજીક ના ભવિષ્ય માં ડોકટરો પણ આવી સલાહ આપે -
  • ઊંઘ નથી આવતી -  અન્યના સુખમાં સુખી થવાની ટેવ પાડો 
  • પાચન નથી થતું -  ઈર્ષા છોડો 
  • એ સી ડી ટી રહે છે -  વેરવૃત્તિ ત્યાગો માફ કરતા  શીખો  
  • બેચેની રહે છે -       સત્ય બોલવાનું રાખો 
  • બી પી હાઇ રહે છે -  બીજા કરતા ચડિયાતા દેખાવવાના પ્રયત્ન છોડો 
                    ટૂંકમાં સંસાર સાગરમાં આપણી જીવન નાવને જેટલી હલકી રાખશું તેટલી આપણી મુશાફરી આનંદદાયક  બનશે.

રવિવાર, 24 એપ્રિલ, 2011

sukha

 સુખી જીવન માટેનો રાજમાર્ગ 

ઝંખનાઓ  ન હોવી એટલે સંતોષી હોવું  પણ સંતોષ એ સુખ નથી સુખ એટલે કઇંક ઝંખવું  એ માટે પ્રયત્ન કરવો અને એ ઓછું - વત્તું મેળવવું પણ ખરું . ઈચ્છેલી વસ્તુ માટેના પ્રયત્નોમાંથી પ્રન્નતા મળી રહે છે. ઈચ્છા થી નિર્માણ થતો શ્રમ એ વેઠ નથી પણ રમત છે. સફળતા આશા જન્માવે છે. આશા નવી ઝંખનાની પ્રેરક બને છે. અને ઝંખના જિંદગીમાં રસ જગાવે છે. આપણને શ્રમ નો આનંદ આપે છે. 
                      માટે આપણામાં શક્તિ છે એ દરમિયાન આપણી દુનિયાને નાનકડે ખૂણે કઇંક કરવાની ઝંખના સેવવી અને શ્રમ માટે દ્રઢતા રાખવી. 

શુક્રવાર, 22 એપ્રિલ, 2011

loko shu kheshe ?

આખી આ દુનિયા  વિરોધાભાસ થી રચાયેલી છે .કોઈ વસ્તુ એવી નથી જેની બે બાજું ન હોય એટલે જ દુનિયાને દોરંગી કહે છે. પરંતુ હું તો કહું છું કે દુનિયા બહુરંગી છે . પરતું જે દુનિયાના રૂપ રંગથી અલગ તરી આવે છે તેવી વ્યક્તિ  ક્યારેય પણ બીજા શું  વિચારે છે તે  વિચાર્યા વિના પોતાને જે યોગ્ય લાગે છે તે કરે છે પરંતુ આવું બહું ઓંછા લોકો કરી શકે છે. સાચો જ્ઞાની  એ છે જે પોતાના જીવનનું  મહત્વ સમજીને લોકોના કહ્યા અનુસાર જીવવાને બદલે પોતાનું કાર્ય સાચી દિશા માં કેવી રીતે કરવું તે સારી રીતે સમજે છે. અને તે પ્રમાણે જીદંગી જીવે છે. જગતના લોકો નો આપણા વિશેનો અભિપ્રાય ક્યારેય એકસરખો હોતો નથી 
          "બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે , તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. "

ગુરુવાર, 21 એપ્રિલ, 2011

antkaran

અંત:કરણ એટલે માણસનો મંત્રી - તંત્રી અને સંત્રી ...
              અંતર ને વાણી નથી છતાં તે બોલી શકે છે અંતર ને આંખ નથી છતાં  તે સમય ને આરપાર જોઈ શકે છે માણસનું અંતકરણ  એટલે વણલખી લીપી ઉકેલનાર મહાન જાદુગર માણસનું  હૃદય તો તારઓફીસ છે .તેનો મોક્લનારો વગર બિલે સમયસર સંદેશો પહોંચાડે છે  અંત:કરણ હરપળે સાચા સંદેશા મોકલ્યા જ કરે છે તેમાં ચેતવણી પણ હોય છે અને સલાહ પણ અંત:કરણનો સ્વર ધીમો પડ્યો નથી વધી ગઇ છે  માણસની અધીરતા અને બધિરતા .

બુધવાર, 20 એપ્રિલ, 2011

Right &Right

વૃક્ષની એક ડાળ બીજી ડાળને  ક્હેતી નથી  કે તું આઘી ખસ તારું અસ્તિત્વ  મારા વિકાસને અને સ્વાતંત્ર્ય
ને રુધે છે.આકાશના તારાઓ પરસ્પર ટકરાયા શિવાય પણ પોતાનું સ્વાતંત્ર્ય જાળવવાની કળા જાણે છે કાંટા  હોવા છતાં  ફૂલ પોતાની પાંખડીઓં અક્ષત રાખવાનું જાણે  છે.
                એક માનવ માં જ આપણને આવો વ્યવહાર જોવા મળતો નથી .આજના સમાજમાં જોવા મળતી વિકૃતિ હ્ક્ક્ભુખ્યા  અને ફરજભૂલ્યા  માનવીઓની ચાલાકીનું પરિણામ છે . Right ( હક્ક ) ની ઘેલછા માં Right (ખરાપણાની ) સતત ઉપેક્ષા  કરી છે

મંગળવાર, 19 એપ્રિલ, 2011





ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?
અંધારા જેની જીદગી ને વીટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ થાય છે

smarnanjali


 વ્રજબાળ બહેન  તથા  લક્ષ્મીરાય  ધોળકિયા ના સ્મરણાર્થે


વીતે દિવસ  ને વીતે મહિના વરસો વળી
છતાયે  ચંદ્રિકા  કેરી ચારુતા  ના  ઘટે  જરી 
તમારી સ્મૃતિ એ એવી રીતે નિત્ય નવી રહી 
વધશે  કાળની સાથે કરમાશે  કદી  નહી