શ્રદ્ધા અને દ્રઢ આત્મવિશ્વાસ ધરાવનાર જ પડકારભર્યા માર્ગે સફર કરી શકે અનેક લોકો જે માર્ગે જતા હોય તેના કરતા અલગ રસ્તો પસંદ કરવામાં સૌથી મોટો ડર એકલા પડી જવાનો છે. આવા સમયે મક્કમતાથી શરૂઆત કરવી આજ સૌથી મોટું મહત્વપૂર્ણ કાર્ય છે. એક વખત ચાલવાનું શરૂ કરતા આપોઆપ પગદંડી પડતી જશે અને રસ્તો બનતો જશે
" ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો " સફળ વ્યક્તિઓં નો જીવનમંત્ર હોય છે. દરેક વ્યક્તિના ધ્યેય અને તેનો જીવનપંથ અલગ હોય શકે સમાજના બહુમતી લોકો આપની સાથે ચાલવા તૈયાર ન થાય ત્યારે
' તારી હક સૂની કોઈ ન આવે તો એકલો જાણે રે... ની જેમ ચાલવા શરૂ કરી દેવું ગાંધી , રામકૃષ્ણ વગેરેએ શરૂઆત એકલાએ જ કરી હતી આવા સમયે તેમના ધ્યેયપ્રાપ્તિ ના માર્ગે ચાલવા માટે કઇ પ્રેરણા હશે કહી શકાયને કે તેમને થયેલ આત્મજ્ઞાન વિષે પૂર્ણ શ્રધ્ધા અને લાગણી જ તેમની પ્રેરણા હશે
ગુજરાતીમાં કહેવત છે ને કે ' કામ કામને શીખવે ' એ રીતે ધ્યેય ના રસ્તે મૂકેલ પ્રથમ પગલું બીજા પગલાનો રસ્તો બતાવે છે. એક સફળ વ્યક્તિને તેની સફળતાનું રહસ્ય પૂછતા તેણે કહ્યું કે
" બધા જયારે સુતા હતા ત્યારે હું પર્વતનું એક એક પગથીયું ચડતો હતો બધા જાગ્યા ત્યારે હું ટોચે હતો "
બધી જ વાત કરતા મહત્વની વાત છે એકલા જવાની હિંમત જેઓં આ રસ્તે ચાલ્યા નથી તેમને તો ખબર જ પડતી નથી માટે કોઈ આપણી નોંધ લે કે ન લે આપણે જ આપણી કદર કરવી શરૂઆત ક્યારેક સફળતા સુધી લઈ જશે શરૂઆત જ નહી હોય તો ધ્યેય માત્ર કલ્પના બનીને રહી જવાનું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો