કોઇએ સાચું જ કહ્યું છે કે -
એ વાત જુદી છે કે તું કાંટા સંઘરે
બાકી તો આ હયાતી સ્વયં ફૂલછાબ છે.
ખરેખર આ પૃથ્વી અદભૂત છે. હરીભરી છે સમૃદ્ધ છે આ સુંદર પૃથ્વી પર એક એક વસ્તુ જન્મે છે ,જીવે છે અને કરમાઈ જાય છે. જીવનની આ આખીયે ગતિનો પર પામવો મુશ્કેલ છે ખુલ્લાપણું જીવન છે અને બંધીયારપણું મૃત્યુ છે આથી જીવનને એક સુંદર આકૃતિમાં રૂપાંતરિત કરવાનો સંકલ્પ કરીએ દુનિયાની સૌથી મુલ્યવાન ચીજ ' જીવન ' આપણને મળેલ છે યંત્રવિદ્યા ની રીતે આપને ઘણી જ પ્રગતિ કરી છે પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે આપણે આપણે ઘણા જ પછાત છીએ આપણી માન્યતા અને વિચારોમાં જ આપણે રત્ત રહીએ છીએ
વગર વિચાર્યે જીવાતું જીવન શુક્ષ્મ આત્મહત્યા બરાબર જ છે. તે યાદ રાખીને જાગૃતિપૂર્વક જીવશું તો જીવન ક્ષણે ક્ષણે આનંદમય બનશે . બાકી તો -
"દ્રષ્ટિ ના ભેદ છે બધા દ્રષ્ટિ ના ફેરફાર છે
દ્રષ્ટિ મઝાની હોય તો દુનિયામાં નૌબહાર છે."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો