જિસને મનકા દીપ જલાયા
દુનિયાકો ઉસને ઉજલા પાયા
આ પંક્તિ સુખી જીવનનો રાહ બતાવે છે મનનો દીપક જલાવવો એટલે ? મનનો દીપક જલાવવા માટે મનમાં પડેલા ઈર્ષા , અહંકાર, દ્વેષ , વેરઝેર ,નિરાશા ,હતાશા ,પૂર્વગ્રહ વગેરે દુર કરી સદવિચાર અને સદચિંતન થી મનને ઝળહળતું કરવાની વાત છે
મનહી દેવતા મનહી ઈશ્વર મન સે બડા ન કોઈ
મનમાં ઉદભવેલું સ્વપ્ન સાકાર કરવા માટે ઉત્સાહ અને તરવરાટની દોસ્તી કરો આપણી આસપાસ ઉત્સાહથી છલકતા માણસોને હળવા- મળવાનું રાખવું આવું કરવાથી આપણું સ્વપ્ન તો સાકાર થશે સાથે સાથે આપણી તંદુરસ્તી પણ જાળવી શકીશું નજીક ના ભવિષ્ય માં ડોકટરો પણ આવી સલાહ આપે -
- ઊંઘ નથી આવતી - અન્યના સુખમાં સુખી થવાની ટેવ પાડો
- પાચન નથી થતું - ઈર્ષા છોડો
- એ સી ડી ટી રહે છે - વેરવૃત્તિ ત્યાગો માફ કરતા શીખો
- બેચેની રહે છે - સત્ય બોલવાનું રાખો
- બી પી હાઇ રહે છે - બીજા કરતા ચડિયાતા દેખાવવાના પ્રયત્ન છોડો
ટૂંકમાં સંસાર સાગરમાં આપણી જીવન નાવને જેટલી હલકી રાખશું તેટલી આપણી મુશાફરી આનંદદાયક બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો