સુખી જીવન માટેનો રાજમાર્ગ
ઝંખનાઓ ન હોવી એટલે સંતોષી હોવું પણ સંતોષ એ સુખ નથી સુખ એટલે કઇંક ઝંખવું એ માટે પ્રયત્ન કરવો અને એ ઓછું - વત્તું મેળવવું પણ ખરું . ઈચ્છેલી વસ્તુ માટેના પ્રયત્નોમાંથી પ્રન્નતા મળી રહે છે. ઈચ્છા થી નિર્માણ થતો શ્રમ એ વેઠ નથી પણ રમત છે. સફળતા આશા જન્માવે છે. આશા નવી ઝંખનાની પ્રેરક બને છે. અને ઝંખના જિંદગીમાં રસ જગાવે છે. આપણને શ્રમ નો આનંદ આપે છે.
માટે આપણામાં શક્તિ છે એ દરમિયાન આપણી દુનિયાને નાનકડે ખૂણે કઇંક કરવાની ઝંખના સેવવી અને શ્રમ માટે દ્રઢતા રાખવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો