આખી આ દુનિયા વિરોધાભાસ થી રચાયેલી છે .કોઈ વસ્તુ એવી નથી જેની બે બાજું ન હોય એટલે જ દુનિયાને દોરંગી કહે છે. પરંતુ હું તો કહું છું કે દુનિયા બહુરંગી છે . પરતું જે દુનિયાના રૂપ રંગથી અલગ તરી આવે છે તેવી વ્યક્તિ ક્યારેય પણ બીજા શું વિચારે છે તે વિચાર્યા વિના પોતાને જે યોગ્ય લાગે છે તે કરે છે પરંતુ આવું બહું ઓંછા લોકો કરી શકે છે. સાચો જ્ઞાની એ છે જે પોતાના જીવનનું મહત્વ સમજીને લોકોના કહ્યા અનુસાર જીવવાને બદલે પોતાનું કાર્ય સાચી દિશા માં કેવી રીતે કરવું તે સારી રીતે સમજે છે. અને તે પ્રમાણે જીદંગી જીવે છે. જગતના લોકો નો આપણા વિશેનો અભિપ્રાય ક્યારેય એકસરખો હોતો નથી
"બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે , તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો