અંત:કરણ એટલે માણસનો મંત્રી - તંત્રી અને સંત્રી ...
અંતર ને વાણી નથી છતાં તે બોલી શકે છે અંતર ને આંખ નથી છતાં તે સમય ને આરપાર જોઈ શકે છે માણસનું અંતકરણ એટલે વણલખી લીપી ઉકેલનાર મહાન જાદુગર માણસનું હૃદય તો તારઓફીસ છે .તેનો મોક્લનારો વગર બિલે સમયસર સંદેશો પહોંચાડે છે અંત:કરણ હરપળે સાચા સંદેશા મોકલ્યા જ કરે છે તેમાં ચેતવણી પણ હોય છે અને સલાહ પણ અંત:કરણનો સ્વર ધીમો પડ્યો નથી વધી ગઇ છે માણસની અધીરતા અને બધિરતા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો