dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014

પ્રેરણારુપ પંક્તિ



પ્રેરણારુપ પંક્તિ

સાંભળ્યું છે, કર્મ ને હું આધીન છું,
પણ હું મારી જડતાને પરાધીન છું.
જે સાંભળ્યું છે, ક્યારેય ગમ્યું નથી,
મારા સંકલ્પો માં, નિત્ય પ્રાચીન છું.
                                             બદલાતાં વાયરે બદલાવુ ગમ્યું નથી,
                                    
હૃદય ની સાખે વ્હેતો, હું સ્વાધીન છું
 
  


ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! તારી જો


કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મેનત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોંચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોતએ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મેનત કરે પામે લાભ અનંત.

જિવનમાં સુખી થવા માટે ત્રણ વસ્તુ જરુરી છે 

ચાહવા માટે કોઇ વ્યક્તિ,પ્રાણી,પક્ષી કે પ્રકૃતિ ,

કામ કરવાનીધગશ,અને જીવવાની આશા


શિક્ષક દિને વાલીને નમ્ર નિવેદન




શિક્ષક દિને વાલીને નમ્ર નિવેદન
આપનું બાળક શાળામાં પ્રથમ નંબરે પાસ થાય તો જ એને શિક્ષિત કહી શકાય એ ભ્રમમાંથી બહાર નીકળો. ઈતિહાસનાં પાના ઉથલાવો તો એવા કેટલાય રાજા મળશે જે ભણ્યા ન હતા પરંતુ એના ક્ષેત્રમાં મહાન હતાં. પરમ પૂ. મોરારિબાપુ કે જેની શૈક્ષણિક કારકીર્દિ જ્વલંત ન હતી છતાંય આજે લોકોનાં હૃદયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. ધંધાની જ વાત કરીએ તો ઘીરુભાઈ અંબાણી અને અન્ય ઘણાના નામ આપી શકાય કે જેની શૈક્ષણિક કારકિર્દીનો ફાળો તેમની સફળતામાં નહીવત છે. બિલગેટ્સને એમની કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. મહાન વૈજ્ઞાનિક રામાનૂજનને ગણિત સિવાયનાં બધા જ વિષયમાં અનેકવાર નાપાસ થવાથી શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. આ નામનું લીસ્ટ તો ખૂબ મોટું છે પરંતુ અહીં વાલીશ્રીઓને કહેવાનું એટલું જ છે કે બાળકરૂપી કૂમળા છોડને જતનથી સાચવો, ખૂબ સ્નેહનું સિંચન કરો પરંતુ એનો વિકાસ કરવાની મોકળાશ એને આપો. જીવનભર આંગળી પકડીને એને ચલાવાતું નથી. એને એની મેળે ચાલવા દ્યો. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે એ ડગમગી જાય ત્યારે એને પડવા નથી દેવાનું એને પ્રેમથી સંભાળી લેવાનું છે. પરંતુ ચાલવાનું તો એકલાએ જ હોય. મા-બાપનાં વધારે પડતા લાડ કે વધારે પડતી સંભાળ એને પરતંત્ર કે પરવશ બનાવી દે છે. તો બીજી તરફ મા-બાપની વધુ પડતી અપેક્ષ બાળકની પ્રતિભાને કુઠીત કરી નાંખે છે. મા-બાપ અને શિક્ષકોની વિદ્યાર્થી માટેની ફરજ એટલી જ છે કે એને એવું વાતાવરણ પૂરું પાડે કે જેથી વિદ્યાર્થીની પ્રતિભા ખીલી ઊઠે, તેનામાં રહેલી નવી ક્ષમતાઓ વિકસે. બધું જ એને તૈયાર પીરસીને પરવશ ના કરો. બલ્કે અમુક સંઘર્ષો જીવનને ઘડે છે, બાળકમાં રહેલી શક્તિઓને ઉજાગર કરે છે. એક સુંદર નાનકડી વાર્તાનો સાર કંઈક આવો જ છે.
એક માણસ એક કોશેટો ઘરે લઈ આવ્યો. કોશેટામાંથી પતંગિયું કેમ બને એ એને જોવું હતું. થોડાદિવસ બાદ કોશેટામાંથી એક છિદ્ર વાટે પતંગિયું પોતાના શરીરને બહાર લાવવા સંઘર્ષ કરી રહ્યું છે. ઘણીવાર સુધી પતંગિયાને બહાર નીકળવા માટે મહેનત કરતું જોઈ તે માણસને દયા આવે છે. તે કોશેટાને કાળજીથી કાપી પતંગિયાને બહાર કાઢે છે. પણ પતંગિયાનું શરીર એકદમ નબળું અને ક્ષીણ હોય છે. જો કે પેલા માણસને તો એમ જ થાય છે કે હમણાં પતંગિયું ઉડવા લાગશે. પરંતુ પતંગિયુ ઊડી શકતું નથી અને બાકીનું જીવન જમીન પર ચીમળાયેલી પાંખો સાથે ઢસડાયા કરે છે. પેલો માણસ દયા દાખવવાની ઉતાવળમાં સમજ્યો નહીં કે નાનકડાં છિદ્ર વાટે બહાર આવવા માટે પતંગિયાએ સંઘર્ષ કરવો જરૂરી હતો એ સંઘર્ષ દરમ્યાન એના શરીરમાંથી જે પ્રવાહી પાંખમાં ધકેલાય એનાથી એને શક્તિ મળે અને ઉડ્ડયન કરવા સક્ષમ બને પરંતુ પેલા માણસની મદદે તેને જીવનભર પંગુ બનાવી દીધું. યાદ રાખો કે બાળકની પણ વધારે પડતી કાળજી લેવાથી તે પંગુ બની શકે છે. થોડો ઘણો અવરોધ, થોડોક સંઘર્ષ બાળકમાં રહેલી પ્રતિભાને ખીલવવામાં આશીર્વાદ સમાન હોય છે. વિપરીત સંજોગોમાં જ બાળક નવો માર્ગ કંડારે અને પડકારોને પ્રગતિનાં પગથિયા બનાવી સફળતાના શીખરો સર કરે છે.