પુન: પ્રકટો જો કદી પૃથ્વી પર પુન: મારે પ્રકટવાનું વળી
તો જનેતા તમને પસંદ કરું ફરી
છ મહિના મૃત્યુને થયા તમારા છ યુગ જેવા ગયા
વેદનાની વાત અંતરમાં વણી અમે કર્તવ્યો કરતા રહ્યા
પરંતુ પળ પણ તમને ન વીસર્યા .
આમ તો આટલા વર્ષોમાં મધર્સ ડે યાદ નહી તેની કોઈ નોંધ નહી કારણ ત્યારે તો મારી મમા મારી પાસે જ હતી તેથી રોજરોજ મધર્સ ડે જ હતા
મારી મમા ભણેલ તો ચાર ધોરણ પણ ગણેલ વધારે હતા હું ભાઈ બહેનોમાં સૌથી નાની તેથી હું મમ્મી -પપ્પા ની લાડકી દીકરી તેઓ અમારી નાની બાબતોની પણ કાળજી લેતા મારા મમા સ્વાશ્રયી , સહનશીલ, ઉદ્યમી, હિંમતવાન હતા તેઓનું જીવન કરકસરપૂર્ણ હતું તે રોજ મારી સ્કુલે થી આવવાની રાહ જોઇને બેસતા મને જમવાનું તો મમા પાસે બેઠા હોય તો જ ભાવતું તેઓ ગુસ્સે થયા વિના પણ મને શિસ્તમાં રાખવાનું સારી રીતે જાણતા હતા તે મારી બધીજ ઈચ્છા પૂરી કરવા તત્પર રહેતા. તેને વર્તમાનપત્ર વાંચવાનો ખુબ શોખ હતો તે રોજ મને જુદી જુદી કોલમ વિષે વાત કરતા હતા અમારી પ્રગતિના રાહબર તે હતા અમારી પ્રગતીમાં તે ખુબ ખુશ થતા તે બીમાર પડ્યા ત્યારે પણ તેના દુ:ખ કરતા અમારી જ ચિંતા કરતા હતા તે નાની નાની બાબતોની પણ સલાહ આપતા તેના જવાથી જીવનમાં સૂનકાર થઈ ગયો
મમા તમે જ્યાં હો ત્યાંથી સદા આશિષ વરસાવતા રહેશો ભલે તમે સદેહે મારી સાથે નથી પરંતુ તમારી હાજરી સતત મારી સાથે રહેશે . ફરી પાછા ક્યાંક મળીશું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો