રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના
થોડા અમે મુંઝાઈને મરી જવાના
સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ
દીપક નથી અમે કે ઠર્યા ઠરી જવાના
મિત્રો ટુંક સમયમાં પરિણામની મોસમ શરૂ થવાની છે એવું પણ બને કે ધાર્યું રીઝલ્ટ ન આવે ત્યારે શું ? હતાશા, નિરાશા ,આત્મહત્યા નો નેવર હંમેશા યાદ રાખવું ઘટે કે -After all tomorrow is the another day
દિવસ જુદો,નવી આશા નવી મહેનત નવી હિંમત નિષ્ફળતા એક ઘટના છે કાયમી પરિસ્થતિ નહી તમે ફરી થી કોઇપણ ક્ષેત્ર માં સારો દેખાવ કરીને સફળતા પ્રાપ્ત કરી શકો છો ગમે તે ઘડીએ તક મળે ત્યારે ઝીલી લેવા તત્પર હશો તો પરીક્ષાના પરિણામ તમારી કારકિર્દી પર વધારે અસર નહી છોડી શકે જસ્ટ થીંક તમારું ધ્યેય માર્કશીટ છે કે કારકિર્દી કારકિર્દીનો સંબધ ડીગ્રી સાથે નથી માણસ સાથે છે ગમતી બાબત માં ચિત પરોવો
જિંદગીની મજા એના સસ્પેન્સમાં છે આપણુ ધાર્યું આપણને ગમતું જ થયા કરે તેવી બોરિંગ લાઈફશા કામની ? અહી તો ન ગમતી , ન ફાવતી ,ચિંતાપ્રેરક કોઇપણ ઘટના ગમે ત્યારે બની શકે છે તેમાં આપની આસપાસના લોકો શું કહેશે ? નો ભય શા માટે ? લોકોની પ્રસંશા કે ટીકા એ એમના અભિપ્રાય છે આપના માટેનું સત્ય નહી આપને તો આપણી ધૂનમાં મસ્ત રહી આપણી શક્તિ પ્રમાણે કર્મ કરતા રહીએ
નિશા છો ને ભયંકર હો ઉષા નવ રંગ લાવે છે
પતનનું હર પગથીયું એક નવું ઉત્થાન લાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો