આસુંઓ ના પડે પ્રતિબિંબ એવાદર્પણ ક્યાં છે
કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?
છે ને આપણા અંતરંગ મિત્રો...
હા મિત્રો સ્નેહ અને સહકારના પુલ જેવા છે આપણે સમાજના અનેક વ્યવહારોમાં અન્યની સાથે રહીને કામ કરવાનું થતું હોય છે ક્યારેક ઘર્ષણ ના પ્રસંગો પણ બનતા હોય છે ત્યારે પોતાની જાતને સંભાળીને અન્ય સાથે સમાયોજન સાધીને આશાવાદી બનવામાં જ જીવન જીવવાની ખરી મજા છે દુ:ખ , હતાશા વગેરે પ્રસંગો એ આપણા લાગણીના સંબંધો જ આપણને ફરી પલ્લવિત કરી શકે છે આપણને એમ લાગે કે ...
એ દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યાં કહેના ..
પરંતુ એ માટે -
- હકારાત્મક વલણ રાખવું
- મક્કમ અને હિંમતવાન બનવું
- પોતાની નબળાઈનો સ્વીકાર કરવો
- આપણાથી ન થઈ શકતા કાર્યની વિવેકપૂર્ણ રીતે ના પાડવી
- પોતાની જાત પર વિશ્વાસ રાખવો
- દ્રષ્ટિ નિર્મળ અને ગગનદર્શી રાખવી
- આપણી આસપાસના લોકોને પણ પોતાના મનોવલણ, પૂર્વગ્રહ , વગેરે પણ હોય છે તે યાદ રાખવું
- અપેક્ષા બને તેટલી ઓછી રાખવી
કાળના પ્રવાહમાં વહેતા ક્યારેક એવું લાગે કે છૂટ્યા કેટલાક સંબંધો વણઈચ્છીએ અને બંધાય છે નવા તાર અકલ્પ્યે અને તેમાં-
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓંચિંતા બોલાયા નેહના બે વેણ
સદા એવા ને એવા રહેશે હૃદય માં
કડવા આ પાંદડા તો આવશે ને જશે
હશે લીમડાની છાંય મ્હેંકભીની
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો