ઉત્સવ પ્રિય ખલુ જનાહા
કહેવાયું છે કે ઉત્સવ પ્રિય ખલુ જનાહા ઉત્સવ માનવી ને રીચાર્જ કરવાનું કામ કરે છે એકધારા જીવન માંથી મુકિતી મેળવવા ઉત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાતી દરેક માસમાં કઈ ને કઈ તહેવાર ઉજવવામાં આવે છે તેથી ઉત્સવ પ્રિય ખલુ જનાહા કહેવાયું છે
તેમાં પણ શ્રાવણ માસથી દિવાળી સુધી સતત આનંદિત વાતાવરણ જોવા મળે છે શ્રાવણ માસ આવે અને બાળપણ યાદ આવે જુદા જુદા મેળામાં જવાનું રમકડા ખરીદવાના મારા મમ્મી - પપ્પા તો મને મનગમતા રમકડા લઇ આપતા દર સોમવારે જુદા જુદા મંદિરે દર્શન કરવા જવાનું મજા પડી જતી .
ત્યારની તો જિંદગી જ જુદી હતી અમારે ત્યારે આજના વિદ્યાર્થી જેટલું ભણવાનું ટેન્શન ન હતુંઆજે પણ એમ લાગે કે નાના રહેવામાં કેવી મજા છે પણ આખરે દરેક પરિવર્તન સ્વીકારવા જ રહયા પરંતુ જે આપણાથી નાના છે તેને બમણા ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં ભાગીદાર થઈએ કારણ કે તેમને પણ આવો સમય પાછો નહી મળે અને આપણે પણ પાછા વીતેલા દિવસો યાદ કરી લઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો