. આખી આ દુનિયા વિરોધાભાસ થી રચાયેલી છે. કોઈ વસ્તુ એવી નથી જેની બે બાજુ ન હોય એટલે જ દુનિયાને દોરંગી કહે છે પરંતુ દુનિયા દોરંગી નહી બહુરંગી છે સાચો જ્ઞાની છે જે દુનિયાની આ માયાજાળ માં અટવાતો નથી તેવી વ્યક્તિ ક્યારેય પણ બીજા શું વિચારે છે એ વિચાર્યા વિના આપણને જે યોગ્ય લાગે તે કરવું એમ વિચારે છે દુનિયાના મોટાભાગના લોકો બીજા શું વિચારે છે તે માનીને જ જીવે છે આ વાતને અનુરૂપ એક દ્રષ્ટાંત છે -
એકવાર એક પિતા ને પુત્ર ઘોડા પર જી રહ્યા હતા તેવામાં તેઓ એક ગામ પાસે આવ્યા ગામના લોકો તેમના તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હતા તેવામાં તેમને સાંભળ્યું કે " જુઓ કેટલા નિર્દય છે બન્ને જણા ઘોડા પર બેઠા છે બિચારો ઘોડો " આ સાંભળીને પિતા ઘોડા પરથી ઉતરી ગયો થોડે આગળ ગયા ત્યાં પાછું સંભળાયું કે " આ દીકરો કેટલો નિર્દય છે બાપ ચાલે છે અને છોકરો ઘોડા પર બેઠો છે " આ સાંભળીને છોકરો ઘોડા પરથી ઉતરી ગયો અને પિતાને ઘોડા પર બેસાડ્યા ફરી થોડે આગળ ગયા ત્યાં પાછા લોકો બોલ્યા શું કલિયુગ છે પોતે ઘોડા પર બેઠા છે કુમળા ફૂલ જેવા બાળકને ચલાવે છે." આ સાંભળી પિતા અને પુત્ર બન્ને ચાલવા લાગ્યા થોડે દુર ગયા ત્યાં પાછા લોકો સામે મળ્યા તે બોલ્યા " શું મુર્ખ લોકો છે પાસે ઘોડો છે અને બન્ને ચાલતા જાય છે"
ત્યારે પિતા અને પુત્રને સમજાયું લોકો શું કહે છે તે રીતે વર્તવાથી કશોજ ફાયદો થતો નથી આનો મતલબ એમ પણ થી કે હંમેશા આપણે જે ધારતા હોઈએ તે જ સાચું હોય વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લેવો પડે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો