ગુજરાત રાજ્ય ની ભૂગોળ
- ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મેં ૧૯૬૦ ના દિવસે થયેલી છે .
- ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલો છે .
- ગુજરાત રાજ્ય 20 ઉ. અક્ષાંશ થી ૨૪ ઉ. અક્ષાંશ વચ્ચે આવેલું છે
- ગુજરાત રાજ્ય ૬૮ પુ.રેખાંશ થી ૭૪ પુ. રેખાંશ વચ્ચે આવેલું છે.
- ગુજરાત રાજ્ય ૨૫ જીલ્લામાં વહેચાયેલું છે.
- કર્કવૃત્ત ગુજરાતના કચ્છ , મહેસાણા અને સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થાય છે
- કચ્છ નું મોટું રણ કચ્છ જીલ્લાની ઉતર બાજુએ આવેલું છે
- કચ્છ નું નાનું રણ કચ્છ જીલ્લાની પૂર્વ બાજુએ આવેલું છે
- ગુજરાતને ૧૬૦૦ કી.મી. જેટલો લાંબો દરીયાકીનારો છે
- ગુજરાતને ૧૮૪ તાલુકા છે
- જુનાગઢ જિલ્લાને સૌથી વધુ ૧૫ તાલુકા છે
- વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો છે
- વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીનગર સૌથી નાનો જીલ્લો છે
- ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧,૯૬,૦૨૪ ચો. કી.મી જેટલો છે.
- ગુજરાતનો સૌથી ઉચો પર્વત ગીરનાર છે
- ધીણોધર કચ્છનો સૌથી ઉચો ડુંગર છે
- વેરાવળ મત્સ્ય ઉધોગ નું સૌથી મોટું કેન્દ્ર છે
- મોરબી ઘડિયાળ ઉધોગ જાણીતું છે
- અકીકનું ઉત્પાદન ભારતમાં એક માત્ર ગુજરાતમાં જ થાય છે
- ઇફ્કોનું કારખાનું કલોલમાં આવેલું છે
- ભાવનગર જામફળ માટે વલસાડ ચીકુ માટે અને સુરત કેળાં માટે જાણીતા છે
- ધોળકા અને ભાવનગર દાડમ માટે જાણીતા છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો