હાટકેશજન ૨૦૦૮ માંથી નુપુર અંતાણી લિખિત સ્વજનની યાદ મારી મા ની યાદ માં અત્રે રજુ કરું છું .
વર્તમાનમાં કિનારે બેઠી ભૂતકાળમાં ડોકિયું કરતી હતી
પરંતુ અંદર ન હતી માછલી કે કાચબો એ તો હતી યાદોની લહેરો
રચાતા ગયા વમળો ખ્યાલોના એમાં ભીંજાઈ ગઈ આંખો અશ્રુથી
યાદોની લહેરખીના ઝાંપટા તો આવતા જ હતા જયારે
ઓટ આવી પગ તળેથી યાદોની લહેરો ચાલી ગઈ ત્યારે
ભાન આવ્યું આતો છે વર્તમાન તેમાં નથી હવે માં
એ તો બસ રહે છે મોતી છીપમાં તેની યાદી કંડારી છે મનમાં
હવે હું હારી તેની ઝલક જોવા નહી મળે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો