કહેવાયું છે કે "દ્રષ્ટિ તેવી સૃષ્ટિ " આપણી દ્રષ્ટિ અનુસાર જ સૃષ્ટિ રચાય છે.પ્રકૃતિની પ્રત્યેક વસ્તુ ઉલ્લાસપ્રેરક છે . જો આપણે પ્રાકૃતિક જીવન જીવતા હોઈએ તો આપણા જીવનમાં સુખ અને સંતોષ આવવાના જ છે નિર્મળ આત્માઓ જ સુખ માણી શકે છે.
આપણી આસપાસના વિશ્વના ઘડવૈયા આપણે પોતેજ છીએ . સંજોગો ના એકસરખા વાતાવરણમાં પણ આશાવાદી માણસો આસમાનના તારલા જોવે છે.ઉત્સાહની જ્યોત પ્રગટાવી જાણે છે આશાવાદી માણસો હસતા હસતા જીવનનો બોજ સહે છે .સમાજની અનેક પ્રવૃત્તિ માં ઘર્ષણના પ્રસંગો અવારનવાર બનતા હોય છે ત્યાં પોતાની જાતને સંભાળીને અન્યની સાથે અનુકુલન સાધીને આશાવાદી બનવામાં જ કસોટી થાય છે .
" તુલસી ઇસ સંસાર મેં ભાતભાત કે લોગ
સબ સે હિલમિલ ચલીએ નદી નાવ સંજોગ"
આપણા વિચારોના પડઘા શબ્દો અને કાર્યોમાં પડે છે . પ્રોત્સાહક વિચારો શક્તિમાં વધારો કરે છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો