કોઇપણ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં તેનું આર્થિક પાસું અત્યંત મહત્વપૂર્ણ હોય છે ભારત જેવા અનેક સમસ્યાથી ઘેરાયેલા રાષ્ટ્રના વિકાસવર્તુલમાં તેનું આર્થિક પાસું જ મધ્યબિંદુ ગણાવી શકાય તે માટે બે બાબતો પાયાની ગણાવી શકાય (૧) ભૌતિક સાધનો (૨) માનવીય સંપતિ ભારતમાં આ બન્ને વિપુલ પ્રમાણમાં છે કહેવાયું છે કે "ધનિક ભારતમાં ગરીબો વસે છે."ત્યારે સંવેદનશીલ નાગરિકને પ્રશ્ન થાય કે શા માટે એમ કહેવાય છે ?
મનોમંથનના અંતે મારું મન એમ કહેં છે કે દેશના આર્થિક વિકાસ માટે માત્ર નાણાં ખર્ચાય એ જરૂરી નથી દેશના નાગરિકોમાં વફાદારી, રાષ્ટ્રપ્રેમ વગેરે જરૂરી છે ભ્રષ્ટાચાર લાંચરીશ્વત એક સામાન્ય વ્યવહાર બની ગયા છે
આપણે ત્યાં લોકો ધાર્મિક વૃતિ વધારે ધરાવે છે તેથી દાન દેવું, અન્યને વધારેમદદ કરવી વગેરે આળસુ લોકોને વધારે આળસુ બનાવે છે ભીખારીઓ ,મંદિરના સાધુ -બાવાઓ , પુજારી દરેકને ઉત્પાદન પ્રક્રિયામાં જોડવા માટે દાન આપવાનું બંધ કરવું જોઈએ મંદિરમાં પૈશા મુકીને જ દર્શન કરવા જરૂરી નથી કામચોરી ,નિયમનો ભંગ કરવો , અંધશ્રદ્ધા , વહેમ,કુરિવાજ , મૃત્યુ પછીના જીવન વિષે વિચાર , પરિવર્તનનો અસ્વીકાર વગેરે જ આપણી ગરીબી માટે જવાબદાર છે
આમાંથી બહાર નીકળવું હોય તો આપણે સંકલ્પ કરવો રહે કે રાષ્ટ્રની સંપતી આપણી સંપતી છે અમે તેનો બગાડ નહી કરીએ અમે કામ કરશું અને બીજાને કામ કરતા કરશું કાર્યને જ ધર્મ માનશું
આ દેશને જરૂર છે પ્રમાણિક, નીતિવાન અને કર્મનિષ્ઠ નાગરિકોની
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો