આક્રમકતા એ આજના યુગને મળેલો અભિશાપ છે .વર્તમાનપત્રમાં અવારનવાર સમાચાર આવે છે કે એક વિદ્યાર્થી એ સહપાઠીને બંદુક મારી દીધી કે માર માર્યો વગેરે.
મોટાભાગના માતા - પિતા બાળકોમાં જોવા મળતી આક્રમકતાથી ગભરાઈ ઉઠ્યા છે .ત્યારે સવેળા સહચિંતન અનિવાર્ય છે.
બાળકોમાં આક્રમકતા શાથી જોવા મળે છે? માતા - પિતાએ પોતાના વર્તનનું નિરિક્ષન કરવું જોઈએ ઇંગ્લેન્ડની એક સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીએ કહ્યું કે તેમને સૌથી વધુ એલર્જી તેના માતા -પિતાની છે પોતાના પાર્ટી, હરવા - ફરવા , કેરિયર વગેરેમાંથી ટાઇમ કાઢી બાળકોને પ્રેમ આપવાની જરૂર છે.આજે મોટાભાગના માતા - પિતા બાળક ને પોતાની ઈચ્છાપૂર્તિ નું સાધન માને છે હકીકતમાં બાળકની જે કઇ શક્તિ છે કે મર્યાદા છે તેને સ્વીકારવાની જરૂર છે એની ક્ષમતાના આધારે તેની પાસે અપેક્ષા રાખવી જોઈએ. આ શિવાયના પણ ઘણાં પરિબળો જવાબદાર છે પરંતુ સૌથી પહેલી અસર માતા- પિતાની પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો