dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ગુજરાત રાજ્ય ની ભૂગોળ

ગુજરાત રાજ્ય ની ભૂગોળ       
  •   ગુજરાત  રાજ્યની સ્થાપના ૧ મેં  ૧૯૬૦ ના દિવસે થયેલી છે .
  • ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલો છે .
  •  ગુજરાત રાજ્ય  20 ઉ. અક્ષાંશ  થી  ૨૪ ઉ. અક્ષાંશ  વચ્ચે  આવેલું છે
  • ગુજરાત રાજ્ય  ૬૮ પુ.રેખાંશ થી  ૭૪ પુ. રેખાંશ વચ્ચે  આવેલું  છે.
  • ગુજરાત રાજ્ય  ૨૫ જીલ્લામાં વહેચાયેલું છે.
  • કર્કવૃત્ત ગુજરાતના કચ્છ , મહેસાણા અને સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થાય છે
  •  કચ્છ નું મોટું રણ કચ્છ જીલ્લાની ઉતર બાજુએ આવેલું  છે
  •   કચ્છ નું   નાનું રણ  કચ્છ જીલ્લાની  પૂર્વ બાજુએ આવેલું છે
  • ગુજરાતને ૧૬૦૦ કી.મી. જેટલો લાંબો દરીયાકીનારો છે 
  •  ગુજરાતને  ૧૮૪ તાલુકા છે 
  •  જુનાગઢ જિલ્લાને સૌથી વધુ ૧૫ તાલુકા છે
  •  વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો છે
  •    વિસ્તારની  દ્રષ્ટિએ  ગાંધીનગર સૌથી નાનો જીલ્લો છે
  •    ગુજરાતનો  કુલ ભૌગોલિક વિસ્તાર  ૧,૯૬,૦૨૪ ચો.  કી.મી  જેટલો  છે.
  •    ગુજરાતનો  સૌથી  ઉચો પર્વત ગીરનાર છે
  •   ધીણોધર કચ્છનો સૌથી  ઉચો  ડુંગર છે 
  •    વેરાવળ મત્સ્ય ઉધોગ નું  સૌથી મોટું  કેન્દ્ર છે
  •   મોરબી ઘડિયાળ ઉધોગ  જાણીતું છે 
  •  અકીકનું ઉત્પાદન ભારતમાં એક માત્ર ગુજરાતમાં જ થાય છે
  •  ઇફ્કોનું કારખાનું કલોલમાં આવેલું  છે
  •    ભાવનગર જામફળ માટે વલસાડ ચીકુ માટે  અને  સુરત કેળાં માટે  જાણીતા છે
  •    ધોળકા અને ભાવનગર દાડમ માટે  જાણીતા  છે

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

દુનિયા બહુરંગી

.     આખી આ  દુનિયા વિરોધાભાસ થી રચાયેલી છે. કોઈ વસ્તુ એવી નથી જેની બે બાજુ ન હોય એટલે જ દુનિયાને દોરંગી કહે  છે   પરંતુ દુનિયા  દોરંગી નહી બહુરંગી  છે સાચો   જ્ઞાની  છે જે દુનિયાની આ  માયાજાળ માં   અટવાતો નથી  તેવી વ્યક્તિ ક્યારેય   પણ બીજા શું    વિચારે છે એ વિચાર્યા વિના આપણને  જે યોગ્ય  લાગે તે કરવું એમ વિચારે છે  દુનિયાના મોટાભાગના લોકો બીજા  શું વિચારે  છે  તે  માનીને જ જીવે છે આ  વાતને અનુરૂપ એક દ્રષ્ટાંત  છે -
                                         એકવાર એક પિતા ને પુત્ર ઘોડા પર જી રહ્યા હતા તેવામાં તેઓ એક ગામ પાસે આવ્યા ગામના લોકો તેમના તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હતા તેવામાં તેમને સાંભળ્યું કે " જુઓ કેટલા નિર્દય છે  બન્ને જણા ઘોડા પર  બેઠા છે બિચારો ઘોડો "   આ  સાંભળીને પિતા ઘોડા પરથી ઉતરી ગયો થોડે આગળ ગયા ત્યાં પાછું સંભળાયું કે  " આ દીકરો કેટલો નિર્દય છે  બાપ ચાલે છે અને છોકરો ઘોડા પર  બેઠો છે "  આ  સાંભળીને  છોકરો ઘોડા પરથી  ઉતરી  ગયો  અને  પિતાને ઘોડા પર  બેસાડ્યા ફરી થોડે  આગળ  ગયા  ત્યાં પાછા લોકો  બોલ્યા શું  કલિયુગ છે  પોતે ઘોડા પર  બેઠા  છે  કુમળા ફૂલ જેવા બાળકને ચલાવે છે."  આ  સાંભળી પિતા અને પુત્ર  બન્ને ચાલવા લાગ્યા  થોડે  દુર ગયા  ત્યાં  પાછા લોકો  સામે મળ્યા તે  બોલ્યા  " શું મુર્ખ લોકો  છે પાસે ઘોડો  છે અને  બન્ને  ચાલતા જાય છે"  
    ત્યારે પિતા અને  પુત્રને સમજાયું લોકો  શું  કહે  છે તે રીતે વર્તવાથી કશોજ ફાયદો થતો નથી આનો મતલબ એમ  પણ  થી  કે  હંમેશા આપણે  જે ધારતા  હોઈએ તે જ  સાચું હોય  વિવેકબુદ્ધિ  અનુસાર નિર્ણય લેવો પડે .

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

ઉત્સવ પ્રિય ખલુ જનાહા

  ઉત્સવ   પ્રિય ખલુ જનાહા
      કહેવાયું છે કે ઉત્સવ  પ્રિય ખલુ  જનાહા  ઉત્સવ  માનવી ને રીચાર્જ કરવાનું કામ કરે છે  એકધારા જીવન માંથી મુકિતી મેળવવા ઉત્સવ ઉજવવામાં આવે છે.  ગુજરાતી દરેક માસમાં કઈ ને કઈ  તહેવાર ઉજવવામાં આવે છે  તેથી ઉત્સવ પ્રિય  ખલુ  જનાહા  કહેવાયું  છે
          તેમાં પણ શ્રાવણ માસથી દિવાળી સુધી સતત આનંદિત વાતાવરણ જોવા મળે છે  શ્રાવણ માસ આવે અને બાળપણ યાદ આવે  જુદા જુદા મેળામાં જવાનું રમકડા ખરીદવાના મારા મમ્મી - પપ્પા તો મને મનગમતા રમકડા લઇ આપતા દર સોમવારે જુદા જુદા  મંદિરે દર્શન કરવા જવાનું  મજા  પડી જતી .                     
                   ત્યારની તો  જિંદગી જ જુદી હતી અમારે ત્યારે  આજના વિદ્યાર્થી જેટલું ભણવાનું ટેન્શન ન હતુંઆજે પણ  એમ લાગે કે  નાના રહેવામાં કેવી મજા  છે પણ આખરે દરેક પરિવર્તન સ્વીકારવા જ રહયા પરંતુ જે આપણાથી નાના છે તેને બમણા ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં  ભાગીદાર થઈએ કારણ કે   તેમને પણ આવો સમય પાછો નહી મળે અને આપણે પણ પાછા વીતેલા દિવસો યાદ કરી લઈએ.

આજના શિક્ષન વિષે મારા વિચારો

   આજના શિક્ષન વિષે   મારા વિચારો 
         આજના વિદ્યાર્થી હોંશિયાર ,ચાલાક અને તંદુરસ્ત છે .ટેકનોલોજી તેના  લોહીમાં છે.  પરંતુ  આમ છતાં  અવારનવાર સમાચાર સાંભળીએ  છીએ કે  વિદ્યાર્થી  અભ્યાસના બોજથી   આત્મહત્યા કરે   છે.  ત્યારે આપણને એમ  થાય કે  પહેલા  આટલા સંદર્ભ સાહિત્ય ન હતા . રોજના બે  પેપર હતા   આઈ.એમ.પી. માંગવાની વિદ્યાર્થીને ખબર નહતી પડતી અને  શિક્ષકોને  આપવાની ખબર નહી હોય એમ   લાગે છે. આટલા  લોકો પરીક્ષાની શુભેચ્છા  પાઠવતા નહતા  આમ  છતાં   ત્યારે  અભ્યાસ ના કારણે કોઈ બોજ નહતો  આખું વર્ષ તો ભણવાનું હોય  પરિક્ષા માં શું આવશે તેનો વિચાર જ ન  હતો
            આજે   તદ્દન   જુદી જ પરિસ્થિતિ  જોવા મળે  છે આજે   વાલી, શિક્ષકો સમાજ  બધાજ  શિક્ષન પરત્વે  ચિંતિંત છે. છતાં   વિદ્યાર્થીની અભ્યાસના    કારણે  આત્મહત્યા ?   માની   ન  શકાય આજના  શિક્ષન થી માણસ  ડીગ્રીધારી બને છે. પરંતુ   શિક્ષિત   નહી  મોટી   ફી  ભરી  ડીગ્રી   ખરીદી   શકાય શિક્ષન  મેળવી શકાય  નહી આજે  mba , bca , mbbs વગેરે ડીગ્રી   વેચાય છે   શિક્ષન અપાતું નથી   જો આ  બાબત પ્રત્યે   આપણે  અત્યારે જાગૃત નહી થઈએ તો  આપણા  ગુજરાતની સ્થિતિ શું   થશે ? હકીકતમાં  વિદ્યાર્થી  ને ભણવા  નો   બોજો    છે જ  નહી   વિદ્યાર્થી નું ધ્યાન ભણવા કરતા  બીજી   બાબતોમાં વધારે છે  તેને ખબર છે   કે વાલી ચોરી કરવા ભલામણ માટે દોડશે  અને પરિક્ષા માં   ચોરી  કરવા દે તેવા   શિક્ષકો પણ આ દેશમાં છે.   









મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

બાળકોમાં જોવા મળતી આક્રમકતા

         આક્રમકતા એ  આજના યુગને મળેલો અભિશાપ છે .વર્તમાનપત્રમાં અવારનવાર  સમાચાર   આવે છે કે એક વિદ્યાર્થી એ  સહપાઠીને  બંદુક મારી દીધી   કે માર માર્યો   વગેરે.     
         મોટાભાગના માતા -  પિતા બાળકોમાં જોવા મળતી આક્રમકતાથી ગભરાઈ   ઉઠ્યા છે .ત્યારે સવેળા  સહચિંતન  અનિવાર્ય છે.
 
                   બાળકોમાં  આક્રમકતા  શાથી જોવા મળે  છે?  માતા  - પિતાએ   પોતાના વર્તનનું   નિરિક્ષન કરવું જોઈએ  ઇંગ્લેન્ડની  એક  સ્કૂલમાં કેટલાક  વિદ્યાર્થીએ    કહ્યું કે   તેમને સૌથી વધુ  એલર્જી તેના માતા  -પિતાની  છે   પોતાના  પાર્ટી, હરવા - ફરવા , કેરિયર વગેરેમાંથી ટાઇમ કાઢી  બાળકોને પ્રેમ આપવાની જરૂર છે.આજે મોટાભાગના માતા - પિતા બાળક ને  પોતાની  ઈચ્છાપૂર્તિ નું સાધન  માને છે  હકીકતમાં બાળકની જે   કઇ શક્તિ  છે  કે   મર્યાદા  છે  તેને  સ્વીકારવાની  જરૂર છે   એની  ક્ષમતાના   આધારે તેની  પાસે અપેક્ષા  રાખવી  જોઈએ.  આ  શિવાયના   પણ ઘણાં પરિબળો   જવાબદાર   છે  પરંતુ    સૌથી પહેલી   અસર માતા- પિતાની પડે છે.

સોમવાર, 8 ઑગસ્ટ, 2011

રાષ્ટ્ર ના આર્થિક વિકાસમાં નાગરિકનું યોગદાન

        કોઇપણ રાષ્ટ્રના  સર્વાંગી  વિકાસમાં તેનું આર્થિક પાસું અત્યંત  મહત્વપૂર્ણ હોય છે ભારત જેવા અનેક સમસ્યાથી ઘેરાયેલા રાષ્ટ્રના વિકાસવર્તુલમાં તેનું આર્થિક પાસું જ  મધ્યબિંદુ ગણાવી શકાય તે માટે બે બાબતો પાયાની ગણાવી શકાય (૧) ભૌતિક સાધનો   (૨) માનવીય સંપતિ  ભારતમાં આ બન્ને વિપુલ પ્રમાણમાં છે કહેવાયું છે  કે "ધનિક ભારતમાં ગરીબો વસે છે."ત્યારે સંવેદનશીલ નાગરિકને પ્રશ્ન   થાય કે  શા માટે એમ કહેવાય છે ? 
               મનોમંથનના અંતે  મારું મન એમ   કહેં છે   કે  દેશના આર્થિક વિકાસ માટે માત્ર નાણાં ખર્ચાય એ જરૂરી નથી દેશના નાગરિકોમાં વફાદારી, રાષ્ટ્રપ્રેમ વગેરે જરૂરી છે  ભ્રષ્ટાચાર લાંચરીશ્વત   એક સામાન્ય વ્યવહાર બની ગયા છે  
                  આપણે ત્યાં લોકો ધાર્મિક વૃતિ વધારે ધરાવે છે તેથી દાન દેવું, અન્યને વધારેમદદ કરવી વગેરે  આળસુ લોકોને વધારે આળસુ બનાવે   છે ભીખારીઓ ,મંદિરના સાધુ -બાવાઓ , પુજારી દરેકને ઉત્પાદન પ્રક્રિયામાં   જોડવા   માટે  દાન  આપવાનું બંધ કરવું જોઈએ મંદિરમાં પૈશા   મુકીને જ દર્શન કરવા જરૂરી નથી કામચોરી ,નિયમનો ભંગ કરવો , અંધશ્રદ્ધા , વહેમ,કુરિવાજ , મૃત્યુ પછીના જીવન વિષે વિચાર , પરિવર્તનનો  અસ્વીકાર  વગેરે જ આપણી ગરીબી માટે  જવાબદાર છે 
                        આમાંથી બહાર નીકળવું હોય તો આપણે  સંકલ્પ  કરવો  રહે કે  રાષ્ટ્રની સંપતી આપણી સંપતી છે અમે તેનો બગાડ નહી કરીએ અમે  કામ કરશું અને બીજાને કામ  કરતા કરશું  કાર્યને જ  ધર્મ માનશું 
   આ   દેશને જરૂર છે  પ્રમાણિક, નીતિવાન અને  કર્મનિષ્ઠ નાગરિકોની

શનિવાર, 6 ઑગસ્ટ, 2011

અંતરંગ મિત્રો..

આસુંઓ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે
   કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?

                       છે ને આપણા અંતરંગ મિત્રો...
હા મિત્રો સ્નેહ અને સહકારના પુલ જેવા છે આપણે સમાજના અનેક વ્યવહારોમાં અન્યની સાથે રહીને કામ કરવાનું થતું હોય છે ક્યારેક ઘર્ષણ ના પ્રસંગો પણ બનતા હોય છે ત્યારે પોતાની જાતને સંભાળીને અન્ય સાથે સમાયોજન સાધીને આશાવાદી બનવામાં જ   જીવન જીવવાની ખરી મજા છે દુ:ખ , હતાશા વગેરે  પ્રસંગો એ આપણા લાગણીના સંબંધો જ આપણને ફરી પલ્લવિત કરી શકે છે આપણને એમ લાગે કે ...
  એ દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યાં કહેના ..
સાચા મિત્રો  આપણા જીવનના પથદર્શક   બને છે મુશ્કેલી ના  સમયે આપણને તૂટતા   બચાવે છે .હા , ક્યારેક આપણી વધુ પડતી   અપેક્ષા   તો કોઇપણ સબધ માં  તનાવ  ઉભો કરે છે.
 
કાળના પ્રવાહમાં વહેતા ક્યારેક એવું લાગે કે છૂટ્યા કેટલાક સંબંધો વણઈચ્છીએ અને બંધાય છે નવા તાર અકલ્પ્યે અને તેમાં-
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓંચિંતા બોલાયા નેહના બે વેણ 
સદા એવા ને એવા રહેશે હૃદય માં 
કડવા આ પાંદડા તો આવશે ને જશે 
હશે લીમડાની છાંય મ્હેંકભીની

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

સ્મરણ

   હાટકેશજન ૨૦૦૮ માંથી નુપુર  અંતાણી લિખિત  સ્વજનની  યાદ મારી મા ની યાદ માં અત્રે રજુ કરું  છું .
                             વર્તમાનમાં  કિનારે  બેઠી ભૂતકાળમાં  ડોકિયું  કરતી  હતી  
                             પરંતુ અંદર ન હતી માછલી  કે કાચબો એ તો  હતી યાદોની  લહેરો 
                              રચાતા ગયા  વમળો   ખ્યાલોના એમાં  ભીંજાઈ ગઈ  આંખો અશ્રુથી       
                               યાદોની  લહેરખીના  ઝાંપટા તો આવતા  જ   હતા   જયારે  
                               ઓટ આવી પગ તળેથી યાદોની લહેરો ચાલી ગઈ  ત્યારે  
                                ભાન આવ્યું આતો છે વર્તમાન તેમાં નથી હવે માં  
                                એ તો બસ રહે છે મોતી છીપમાં  તેની યાદી કંડારી છે મનમાં     
                                 હવે હું હારી તેની ઝલક જોવા નહી મળે    

મંગળવાર, 2 ઑગસ્ટ, 2011

ashavad

કહેવાયું છે કે "દ્રષ્ટિ તેવી સૃષ્ટિ  "  આપણી દ્રષ્ટિ  અનુસાર જ સૃષ્ટિ રચાય છે.પ્રકૃતિની પ્રત્યેક વસ્તુ ઉલ્લાસપ્રેરક  છે .  જો   આપણે   પ્રાકૃતિક  જીવન જીવતા હોઈએ   તો   આપણા જીવનમાં સુખ અને સંતોષ  આવવાના જ છે  નિર્મળ આત્માઓ  જ સુખ માણી શકે  છે.
            આપણી  આસપાસના  વિશ્વના  ઘડવૈયા આપણે  પોતેજ  છીએ . સંજોગો ના  એકસરખા વાતાવરણમાં પણ આશાવાદી માણસો  આસમાનના તારલા જોવે છે.ઉત્સાહની  જ્યોત પ્રગટાવી જાણે છે  આશાવાદી માણસો  હસતા હસતા  જીવનનો બોજ સહે  છે .સમાજની  અનેક પ્રવૃત્તિ માં ઘર્ષણના  પ્રસંગો અવારનવાર  બનતા હોય છે ત્યાં   પોતાની જાતને  સંભાળીને અન્યની સાથે  અનુકુલન  સાધીને આશાવાદી બનવામાં જ  કસોટી થાય છે . 
             " તુલસી  ઇસ  સંસાર મેં    ભાતભાત કે લોગ 
               સબ સે  હિલમિલ  ચલીએ નદી નાવ સંજોગ"   
              આપણા વિચારોના   પડઘા   શબ્દો  અને   કાર્યોમાં પડે છે . પ્રોત્સાહક વિચારો શક્તિમાં  વધારો  કરે છે .     

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

dharmbandhuji pravchan

તા.  ૧૭/૦૧/૦૮  થી  ૨૪/૦૧/૦૮ સુધી   પ્રાસ્લામાં રાષ્ટ્રીય શિબિરનું  આયોજન  થયું  હતું  જેનાં કેટલાક અંશો અત્રે રજૂ કરું છું -
                    हमने ये  माना की   सारे जगका   अंधकार हम   मिटा  नही शकते लेकिन अपनी   छोटीसी  मोमबती   हम  बुज़ा नही शकते    
  •     लंगोटी   का पक्का  जुबान का  सच्चा  दुनिया  में कभी  ठोकर   खा  नही  शकता ! 
  •   जो बात या जो  वस्तु  हमे किसीसे  छिपानी  पड़े वो बात या वस्तु हमे अपने  पास नही रखनी    चाहीऐ!
  •    संसार में ग्यान के समान कोई  बल   नही हें और अग्यान के समान कोई निर्बलता  नही हें ! 
  •   अगर   आप  कुछ बन  नही शकते   हो   तो     मत   बनो    लेकिन  कभी  टूटो मत !
  •   हमारे  जीवन में एक बुराई  आ गई   तो  दुशरी  को   बुलानी  नही पडती अपने आप आ जाती  हें !
  •  हमे किसी का  हक्क    नही छिनना  नही चाहीऐ !
  •  जो व्यक्ति अपने  प्रति   इमानदार   नही हें वो समाज   के प्रति  इमानदार नही हो शकता ! 
  • हमारी आंख ने  इस संसार के मनुष्य को चार विभाग में विभाजित किया व्हाइट पीपल या ने यूरोपियन यलो पीपल या ने चीनी ब्लेक पीपल या ने आफ्रिकन ओर रेड  पीपल या ने एशियन 
                        हमारे खून के आधार पर संसार के मनुष्य को चार विभाग में विभाजित किया  a ग्रुप , b ग्रुप अब ग्रुप  ओर o ग्रुप
                         लेकिन हमारे दिमाग ने मनुष्यों को कई विभाग में विभाजित किया हें ये गलत बात हें संसार के  सभी मनुष्य एक ही माता पिता   कई संताने हें !