dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

ગુરુવાર, 28 એપ્રિલ, 2011

Thought

વિચારએ માનવમાત્ર નું એક સાચું અને સચોટ હથીયાર છે. વ્યક્તિને સફળતાના શિખરે પહોચાડવામાં એક સદવિચાર કાફી છે  જે વ્યક્તિ પોતાના વિચારનો સ્વામી બની શકે પોતાની ઈચ્છા -લાગણીને કાબુમાં રાખી શકે તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તે ચોક્કસ પોતાના ધ્યેય ને સિદ્ધ કરી શકે આથી જ કહ્યું છે કે "Think  like  a  man of action and  act  like  a  man  of  thought " દુર્બળ મન દ્વારા દ્રઢ ચારિત્ર નું નિર્માણ થતું નથી
            પ્રતિભા જ મહાન કાર્યોનો પ્રારંભ કરે છે  અને પરિશ્રમ જ તેને પૂર્ણતા આપે છે  જીવનમાં નાના મૂલ્યોનો સરવાળો કરવામાં આવે તો ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થયા  વીના  રહેતું નથી જરૂર છે ફક્ત પાયાના સિદ્ધાંતોને વળગી રહી ને શરૂઆત કરવાની 
              " સોચકો બદલો નઝારે બદલ જાયેંગે ,
                કશ્તીયા  બદલને કી જરૂરત નહી ,
                દિશાઓ કો બદલો કિનારે ખુદ-બ-ખુદ  બદલ જાયેંગે "

aekl panth pravasi

શ્રદ્ધા અને દ્રઢ આત્મવિશ્વાસ  ધરાવનાર જ પડકારભર્યા માર્ગે સફર કરી શકે અનેક લોકો જે માર્ગે જતા હોય તેના કરતા અલગ રસ્તો પસંદ કરવામાં સૌથી મોટો ડર એકલા પડી જવાનો છે. આવા સમયે મક્કમતાથી શરૂઆત કરવી આજ સૌથી મોટું મહત્વપૂર્ણ કાર્ય છે. એક વખત ચાલવાનું શરૂ કરતા આપોઆપ પગદંડી પડતી જશે અને રસ્તો બનતો જશે 
              " ધ્યેયપ્રાપ્તિ  સુધી મંડ્યા રહો "   સફળ વ્યક્તિઓં નો જીવનમંત્ર હોય છે. દરેક વ્યક્તિના ધ્યેય અને તેનો જીવનપંથ અલગ હોય શકે સમાજના બહુમતી લોકો આપની સાથે ચાલવા તૈયાર ન થાય ત્યારે
' તારી હક સૂની કોઈ ન આવે તો એકલો જાણે રે... ની જેમ ચાલવા શરૂ કરી દેવું ગાંધી , રામકૃષ્ણ વગેરેએ શરૂઆત એકલાએ જ કરી હતી આવા સમયે તેમના ધ્યેયપ્રાપ્તિ ના માર્ગે ચાલવા માટે કઇ પ્રેરણા હશે કહી શકાયને  કે તેમને થયેલ આત્મજ્ઞાન વિષે પૂર્ણ શ્રધ્ધા અને લાગણી જ તેમની પ્રેરણા હશે 
                ગુજરાતીમાં કહેવત છે ને કે ' કામ કામને શીખવે '   એ રીતે ધ્યેય ના રસ્તે મૂકેલ પ્રથમ પગલું બીજા પગલાનો રસ્તો બતાવે છે. એક સફળ વ્યક્તિને તેની સફળતાનું રહસ્ય પૂછતા તેણે કહ્યું કે 
" બધા જયારે સુતા હતા ત્યારે હું પર્વતનું એક એક પગથીયું ચડતો હતો બધા જાગ્યા ત્યારે  હું ટોચે હતો " 
                બધી જ વાત કરતા મહત્વની વાત છે એકલા જવાની હિંમત જેઓં આ રસ્તે ચાલ્યા નથી તેમને તો ખબર જ પડતી નથી માટે કોઈ આપણી નોંધ લે કે ન લે આપણે  જ આપણી કદર કરવી  શરૂઆત ક્યારેક સફળતા સુધી લઈ જશે  શરૂઆત જ નહી હોય તો ધ્યેય માત્ર કલ્પના બનીને રહી જવાનું .


બુધવાર, 27 એપ્રિલ, 2011

jivan

કોઇએ સાચું જ કહ્યું છે કે -
એ વાત જુદી છે કે તું કાંટા સંઘરે 
બાકી તો આ હયાતી સ્વયં ફૂલછાબ છે.
ખરેખર આ પૃથ્વી અદભૂત છે. હરીભરી છે સમૃદ્ધ છે આ સુંદર પૃથ્વી પર એક એક વસ્તુ જન્મે છે ,જીવે છે અને કરમાઈ જાય છે. જીવનની આ આખીયે ગતિનો પર પામવો મુશ્કેલ છે ખુલ્લાપણું જીવન છે અને બંધીયારપણું મૃત્યુ છે આથી જીવનને એક સુંદર આકૃતિમાં રૂપાંતરિત કરવાનો સંકલ્પ કરીએ  દુનિયાની સૌથી મુલ્યવાન ચીજ ' જીવન ' આપણને મળેલ છે યંત્રવિદ્યા ની રીતે આપને ઘણી જ પ્રગતિ કરી છે  પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે આપણે આપણે ઘણા જ પછાત છીએ આપણી માન્યતા અને વિચારોમાં જ આપણે રત્ત રહીએ છીએ 
          વગર વિચાર્યે  જીવાતું જીવન  શુક્ષ્મ આત્મહત્યા બરાબર જ છે. તે યાદ રાખીને જાગૃતિપૂર્વક જીવશું તો જીવન ક્ષણે ક્ષણે આનંદમય બનશે . બાકી તો -
"દ્રષ્ટિ ના ભેદ છે બધા દ્રષ્ટિ ના ફેરફાર છે
દ્રષ્ટિ મઝાની હોય તો દુનિયામાં નૌબહાર છે."

મંગળવાર, 26 એપ્રિલ, 2011

man

જિસને મનકા દીપ જલાયા 
   દુનિયાકો ઉસને ઉજલા પાયા 
આ પંક્તિ સુખી જીવનનો રાહ બતાવે છે મનનો દીપક જલાવવો એટલે ? મનનો દીપક જલાવવા માટે મનમાં પડેલા ઈર્ષા , અહંકાર, દ્વેષ , વેરઝેર ,નિરાશા ,હતાશા ,પૂર્વગ્રહ વગેરે દુર કરી સદવિચાર અને સદચિંતન થી મનને ઝળહળતું  કરવાની વાત છે 
મનહી દેવતા મનહી ઈશ્વર મન સે બડા ન કોઈ 
મનમાં ઉદભવેલું સ્વપ્ન સાકાર કરવા માટે ઉત્સાહ અને તરવરાટની દોસ્તી કરો આપણી આસપાસ ઉત્સાહથી છલકતા માણસોને હળવા- મળવાનું  રાખવું આવું કરવાથી આપણું સ્વપ્ન તો સાકાર થશે સાથે સાથે આપણી તંદુરસ્તી પણ જાળવી શકીશું નજીક ના ભવિષ્ય માં ડોકટરો પણ આવી સલાહ આપે -
  • ઊંઘ નથી આવતી -  અન્યના સુખમાં સુખી થવાની ટેવ પાડો 
  • પાચન નથી થતું -  ઈર્ષા છોડો 
  • એ સી ડી ટી રહે છે -  વેરવૃત્તિ ત્યાગો માફ કરતા  શીખો  
  • બેચેની રહે છે -       સત્ય બોલવાનું રાખો 
  • બી પી હાઇ રહે છે -  બીજા કરતા ચડિયાતા દેખાવવાના પ્રયત્ન છોડો 
                    ટૂંકમાં સંસાર સાગરમાં આપણી જીવન નાવને જેટલી હલકી રાખશું તેટલી આપણી મુશાફરી આનંદદાયક  બનશે.

રવિવાર, 24 એપ્રિલ, 2011

sukha

 સુખી જીવન માટેનો રાજમાર્ગ 

ઝંખનાઓ  ન હોવી એટલે સંતોષી હોવું  પણ સંતોષ એ સુખ નથી સુખ એટલે કઇંક ઝંખવું  એ માટે પ્રયત્ન કરવો અને એ ઓછું - વત્તું મેળવવું પણ ખરું . ઈચ્છેલી વસ્તુ માટેના પ્રયત્નોમાંથી પ્રન્નતા મળી રહે છે. ઈચ્છા થી નિર્માણ થતો શ્રમ એ વેઠ નથી પણ રમત છે. સફળતા આશા જન્માવે છે. આશા નવી ઝંખનાની પ્રેરક બને છે. અને ઝંખના જિંદગીમાં રસ જગાવે છે. આપણને શ્રમ નો આનંદ આપે છે. 
                      માટે આપણામાં શક્તિ છે એ દરમિયાન આપણી દુનિયાને નાનકડે ખૂણે કઇંક કરવાની ઝંખના સેવવી અને શ્રમ માટે દ્રઢતા રાખવી. 

શુક્રવાર, 22 એપ્રિલ, 2011

loko shu kheshe ?

આખી આ દુનિયા  વિરોધાભાસ થી રચાયેલી છે .કોઈ વસ્તુ એવી નથી જેની બે બાજું ન હોય એટલે જ દુનિયાને દોરંગી કહે છે. પરંતુ હું તો કહું છું કે દુનિયા બહુરંગી છે . પરતું જે દુનિયાના રૂપ રંગથી અલગ તરી આવે છે તેવી વ્યક્તિ  ક્યારેય પણ બીજા શું  વિચારે છે તે  વિચાર્યા વિના પોતાને જે યોગ્ય લાગે છે તે કરે છે પરંતુ આવું બહું ઓંછા લોકો કરી શકે છે. સાચો જ્ઞાની  એ છે જે પોતાના જીવનનું  મહત્વ સમજીને લોકોના કહ્યા અનુસાર જીવવાને બદલે પોતાનું કાર્ય સાચી દિશા માં કેવી રીતે કરવું તે સારી રીતે સમજે છે. અને તે પ્રમાણે જીદંગી જીવે છે. જગતના લોકો નો આપણા વિશેનો અભિપ્રાય ક્યારેય એકસરખો હોતો નથી 
          "બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે , તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. "

ગુરુવાર, 21 એપ્રિલ, 2011

antkaran

અંત:કરણ એટલે માણસનો મંત્રી - તંત્રી અને સંત્રી ...
              અંતર ને વાણી નથી છતાં તે બોલી શકે છે અંતર ને આંખ નથી છતાં  તે સમય ને આરપાર જોઈ શકે છે માણસનું અંતકરણ  એટલે વણલખી લીપી ઉકેલનાર મહાન જાદુગર માણસનું  હૃદય તો તારઓફીસ છે .તેનો મોક્લનારો વગર બિલે સમયસર સંદેશો પહોંચાડે છે  અંત:કરણ હરપળે સાચા સંદેશા મોકલ્યા જ કરે છે તેમાં ચેતવણી પણ હોય છે અને સલાહ પણ અંત:કરણનો સ્વર ધીમો પડ્યો નથી વધી ગઇ છે  માણસની અધીરતા અને બધિરતા .

બુધવાર, 20 એપ્રિલ, 2011

Right &Right

વૃક્ષની એક ડાળ બીજી ડાળને  ક્હેતી નથી  કે તું આઘી ખસ તારું અસ્તિત્વ  મારા વિકાસને અને સ્વાતંત્ર્ય
ને રુધે છે.આકાશના તારાઓ પરસ્પર ટકરાયા શિવાય પણ પોતાનું સ્વાતંત્ર્ય જાળવવાની કળા જાણે છે કાંટા  હોવા છતાં  ફૂલ પોતાની પાંખડીઓં અક્ષત રાખવાનું જાણે  છે.
                એક માનવ માં જ આપણને આવો વ્યવહાર જોવા મળતો નથી .આજના સમાજમાં જોવા મળતી વિકૃતિ હ્ક્ક્ભુખ્યા  અને ફરજભૂલ્યા  માનવીઓની ચાલાકીનું પરિણામ છે . Right ( હક્ક ) ની ઘેલછા માં Right (ખરાપણાની ) સતત ઉપેક્ષા  કરી છે

મંગળવાર, 19 એપ્રિલ, 2011





ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?
અંધારા જેની જીદગી ને વીટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ થાય છે

smarnanjali


 વ્રજબાળ બહેન  તથા  લક્ષ્મીરાય  ધોળકિયા ના સ્મરણાર્થે


વીતે દિવસ  ને વીતે મહિના વરસો વળી
છતાયે  ચંદ્રિકા  કેરી ચારુતા  ના  ઘટે  જરી 
તમારી સ્મૃતિ એ એવી રીતે નિત્ય નવી રહી 
વધશે  કાળની સાથે કરમાશે  કદી  નહી