dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

આજના શિક્ષન વિષે મારા વિચારો

   આજના શિક્ષન વિષે   મારા વિચારો 
         આજના વિદ્યાર્થી હોંશિયાર ,ચાલાક અને તંદુરસ્ત છે .ટેકનોલોજી તેના  લોહીમાં છે.  પરંતુ  આમ છતાં  અવારનવાર સમાચાર સાંભળીએ  છીએ કે  વિદ્યાર્થી  અભ્યાસના બોજથી   આત્મહત્યા કરે   છે.  ત્યારે આપણને એમ  થાય કે  પહેલા  આટલા સંદર્ભ સાહિત્ય ન હતા . રોજના બે  પેપર હતા   આઈ.એમ.પી. માંગવાની વિદ્યાર્થીને ખબર નહતી પડતી અને  શિક્ષકોને  આપવાની ખબર નહી હોય એમ   લાગે છે. આટલા  લોકો પરીક્ષાની શુભેચ્છા  પાઠવતા નહતા  આમ  છતાં   ત્યારે  અભ્યાસ ના કારણે કોઈ બોજ નહતો  આખું વર્ષ તો ભણવાનું હોય  પરિક્ષા માં શું આવશે તેનો વિચાર જ ન  હતો
            આજે   તદ્દન   જુદી જ પરિસ્થિતિ  જોવા મળે  છે આજે   વાલી, શિક્ષકો સમાજ  બધાજ  શિક્ષન પરત્વે  ચિંતિંત છે. છતાં   વિદ્યાર્થીની અભ્યાસના    કારણે  આત્મહત્યા ?   માની   ન  શકાય આજના  શિક્ષન થી માણસ  ડીગ્રીધારી બને છે. પરંતુ   શિક્ષિત   નહી  મોટી   ફી  ભરી  ડીગ્રી   ખરીદી   શકાય શિક્ષન  મેળવી શકાય  નહી આજે  mba , bca , mbbs વગેરે ડીગ્રી   વેચાય છે   શિક્ષન અપાતું નથી   જો આ  બાબત પ્રત્યે   આપણે  અત્યારે જાગૃત નહી થઈએ તો  આપણા  ગુજરાતની સ્થિતિ શું   થશે ? હકીકતમાં  વિદ્યાર્થી  ને ભણવા  નો   બોજો    છે જ  નહી   વિદ્યાર્થી નું ધ્યાન ભણવા કરતા  બીજી   બાબતોમાં વધારે છે  તેને ખબર છે   કે વાલી ચોરી કરવા ભલામણ માટે દોડશે  અને પરિક્ષા માં   ચોરી  કરવા દે તેવા   શિક્ષકો પણ આ દેશમાં છે.   









1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

ha,aa vat thi puri duniya vakef che ane hu 10th ma bhanto student chu. aamari school ma pan aa vat thay j che ane amara trusty 10th board ne paisa dwara kharidi bijani sathe anyay kare che.