" થઇ શકે તેટલું કામ કરવું " અને "કરીએ તેટલું કામ થાય "
સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે દરેક માણસ ને ઇશ્વરે જે શક્તિ આપેલી છે તેના પ્રમાણ માં કામ થી શકે પરતું એમ પણ જોવા મળે છે કે ઈશ્વરે આપણને આપેલી શક્તિ નો આપણને પરિચય જ ન હોય મારું એવું માનવું છે કે જેમ જેમ કામ નાં પ્રયત્ન ની સખ્યા વધે તેમ આપણી કુશળતા વધતી જાય છે એટલું સાચું કે જો આપની પાસે કુદરતી શક્તિ હોય તો આપણે સરળતાથી એ કામ કરી શકીએ છીએ . કયારેક કામ કરવાની તક ન મળવાથી પણ આપણે આપણી શક્તિ જાણી શકતા નથી જેથી જીવન માં "કામ કરીએ તેટલું થાય જ" એ મંત્ર અપનાવવો હિતાવહ છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો