થોડા સમય પહેલા મારે બસમા જવાનું થયુ ત્યાં જુનાગઢથી 15 કિ.મિ. દુર એક છકડો રીક્ષા સાથે બસ અથડાઇ અકસ્માતમા એકનુ મૃત્યુ થયુ હતુ અને બે ઘાયલ હતા તો પણ બસ ના ડ્રાઇવરે બસ ઉભી રાખી કોઇ મદદ આપી ન હતી બસની સ્પીડ વધારી હતી તેમા બેઠેલા મુશાફરો પણ ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળમા માનવતા ચુકી ગયા હતા આખરે બે ચાર લોકો દશ કિ.મિ. પાછળ આવ્યા બસને ઉભી રાખવા માટે બુમાબુમ અને ગાળાગાળી કરતા હતા અંતે બસ ઉભી રાખવી પડી અને આ બધુ મારે પણ વ્યથિત હૃદયે જોતા રહેવું પડ્યું
અને મને લાગ્યું કે ખરેખર આજનો માણસ એક યાંત્રિક માણસ બનતો જાય છે માણસ માનવતા ભુલતો જાય છે પછી તો કહેવુ પડે ને "હું માનવી માનવ થાઉ તોયે ઘણું"
અને મને લાગ્યું કે ખરેખર આજનો માણસ એક યાંત્રિક માણસ બનતો જાય છે માણસ માનવતા ભુલતો જાય છે પછી તો કહેવુ પડે ને "હું માનવી માનવ થાઉ તોયે ઘણું"