કાગદી નાણાં વિષે અવનવું
- એકબીજા સાથેનો વ્યવહાર ચલાવવા અને સુખસગવડ ભોગવવા લેવડદેવડના માધ્યમની તલાશ તો માનવસંસ્ક્રુતિ જેટલી પુરાણી છે. પૈસાના અભાવમા -ચોખા, છીપલાં,માખણ, નમક, સીગારેટ,બળદ,ઘેટાં વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થતો હતો. ધાન્ય ઉપરથી તો ધન શબ્દ આવ્યો છે.
- ચીનમા લોકો કાણાંવાળા સીક્કાનો ઉપયોગ કરતા મુશાફરી વખતે એ વજનદાર સીક્કાનોહાર વિશ્વાસુ વ્યક્તિ પાસે સાચવવા મુકતા કાગળની શોધ થયા પછી “જીઆઓઝી” નામે એ સિક્કાઓની નોંધ કરી એ ચબરખી વેપારીને આપવામા આવતી આજની બેંકનોટની એ મતામહી ગણાય.
- તેરમી સદીમા મોંગલ લડવૈયા કુબ્લાઇ ખાને તલવારના જોરે આખા દેશમાં પેપર મની વાપરતા કરી દીધા
- ફુગાવાને કારણે 1455મા ચીનના મિંગ સામ્રાજ્યે નોટો પર પ્રતિબંધ મુકવો પડ્યો હતો
- યુરોપમા પેપરમનીનો યુગ 1661મા સ્વિડનની સ્ટોકહોમ બેંકોના જહોન પામસ્ટ્રકે શરુ કરવાની પ્રથમ કોશીશ કરી હતી
- 1694મા બેંક ઓફ ઇંગ્લેંડે પણ પેપર મની છાપવાના પ્રયત્ન કરેલ
- 1716મા જહોન લો નામના સ્કોટિસે ફ્રેંચ ઇકોનોમીમા નોટોનો ઉપયોગ શરુ કર્યો કોમર્શિયલ બેંકિંગનો યશ ભલે ઇટાલીના ફાળે જાય પણ નોટોને વિશ્વવ્યાપી બનાવવાનો યશ અમેરિકાને ફાળે જાય છે
- બેંજામીન ફ્રેંકલીન પેપર કરંસીનો મોટો હિમાયતિ બન્યો. 1850ની સાલમા 3*2 ફુટની 40 કિલો વજનની તાંબાની પાટ ચલણમા વપરાતી હતી.
- 1932મા અમેરીકાએ લાકડાંની નોટનો પ્રયોગ કર્યો હતો. પેપરમની લઇ આવનાર અમેરીકા જ પ્લાસ્ટિક મનીનું જનક પણ બન્યું 1951મા અમેરીકન એક્સપ્રેસનું પહેલુ ક્રેડિટ કાર્ડ બહાર પડ્યું 1920માં પહેલું નોટ કાઉંટર પણ અમેરીકામા જ બન્યુ હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો