પ્રેરણારુપ પંક્તિ
સાંભળ્યું છે, કર્મ ને હું આધીન છું,
પણ હું મારી
જડતાને પરાધીન છું.
જે સાંભળ્યું છે, ક્યારેય ગમ્યું નથી,
મારા
સંકલ્પો માં, નિત્ય પ્રાચીન છું.
બદલાતાં વાયરે બદલાવુ ગમ્યું નથી,
હૃદય ની સાખે વ્હેતો, હું સ્વાધીન છું
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે
કોઇ,
જયારે
ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે
આભની વીજે, તું સળગી જઇને
સૌનો
દીવો એકલો થાને રે ! – તારી જો …
કરતા જાળ
કરોળિયો, ભોંય
પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ
કરી, ઉપર
ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો
ઘાટ.
એ રીતે મંડી
રહ્યો, ફરી
ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી
હોંશથી, ભીડયો
છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે
નિર્ધાર
ફરી ફરીને
ખંતથી, યત્ન
કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…એ રીતે જો
માણસો, રાખી
મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે
લાભ અનંત.
જિવનમાં સુખી થવા માટે ત્રણ વસ્તુ જરુરી છે
ચાહવા માટે કોઇ વ્યક્તિ,પ્રાણી,પક્ષી કે પ્રકૃતિ
,
કામ કરવાનીધગશ,અને જીવવાની આશા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો