એક શબ
કાલે બહાર જવાનું થયુ રસ્તામા એક અંતિમરથ જોયો તેમા માત્ર શબ જ
હતું કોઇ વિદાય આપવા સાથે ન હતું મને
અત્યંત દુ:ખ અને ગ્લાનિ સાથે વિચારતી કરી દીધી માણસને નસીબદાર ગણવો કે
કમનસીબ સમજાયુ નહી
નસીબદાર
એટલા માટે ગણી શકાય કે એ આત્માએ પાછળ કોઇને વિલાપ કે સંતાપ કરતા છોડ્યા નહી
પરંતું એમ પણ થયું કે એ આત્માને કોઇની
સંવેદના મળી નહી આંખ સામે વારંવાર એ જ દ્રશ્ય ખડું થાય છે એમ લાગે છે કે આપણે અન્ય તરફની સંવેદના ગુમાવી રહ્યા છીએ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો