કોને ખબર છે...
ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી
કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??
સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ
પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??
જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે
પહોંચે છે લોકો…
અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો
કોને ખબર છે??
આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ
છે બધે…
આગળ રહીને પણ કોને શું
મેળવવું
છે કોને ખબર છે??
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??
ધામે પહોંચે છે લોકો…
રસ્તો કોને ખબર છે??
ટાંટિયાખેંચ છે બધે…
મેળવવું છે કોને ખબર છે??
એકલો જાને રે...
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો
જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .
જોસૌનાં મોં સિવાય
ઓરે
ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે
સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે
હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં
મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જોસૌએ પાછાં જાય,
ઓરે
ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે
કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ
એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે
ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે
ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે
આભની વીજે, તું સળગી જઇને
સૌનો
દીવો એકલો થાને રે ! – તારી જો …
-
રવિન્દ્રનાથ ટાગોર
(અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )
ઘર
પ્રેમનું છે એક
સુંદર ઘર,
જેમા ભર્યા છે લાગણીના રંગ..♥
જ્યાં લેવાય છે સ્નેહના શ્વાસ,
લાગણીનો સદા થાય છે અહેસાસ..♥
સંબંધોની સુવાસ મહેંકે છે આસપાસ,
જેમા ભર્યા છે લાગણીના રંગ..♥
જ્યાં લેવાય છે સ્નેહના શ્વાસ,
લાગણીનો સદા થાય છે અહેસાસ..♥
સંબંધોની સુવાસ મહેંકે છે આસપાસ,
જ્યાં મળે છે સૌને
મીઠો આવકાર..♥
વાતાવરણ છે જ્યાં ખુશીઓનું ઉપવન,
વસે છે કણકણમાં એના મંગલકામના..♥
વીતે છે જ્યાં રાતદિન આનંદની પળો,
મુલાકાત બદલ થાય છે સૌને હર્ષ..♥
જ્યાં છે સદા પ્રભુનો વાસ,
વસે છે જ્યાં જીવનની મધુર આશ..♥
શુભકામના કરું છું સાચા હ્યદયથી,
મળજો સૌને એવું પ્રેમનું ઘર.
વાતાવરણ છે જ્યાં ખુશીઓનું ઉપવન,
વસે છે કણકણમાં એના મંગલકામના..♥
વીતે છે જ્યાં રાતદિન આનંદની પળો,
મુલાકાત બદલ થાય છે સૌને હર્ષ..♥
જ્યાં છે સદા પ્રભુનો વાસ,
વસે છે જ્યાં જીવનની મધુર આશ..♥
શુભકામના કરું છું સાચા હ્યદયથી,
મળજો સૌને એવું પ્રેમનું ઘર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો