વિચાર અને આચાર
મારી ફ્રેન્ડ નિરંજની
માધવી ની સંવેદના
બે ત્રણ દિવસ પહેલા મસાલા દળાવવા જવાનું
થયું, ત્યાં ગૃહિણીઓ ની ચહલપહલ ,ઘંટીનો અવાજ, ભાવતાલ વગેરે મિશ્ર વાતાવરણ વચ્ચે હું દરણું દળાવવાની રાહ જોતી ઉભી રહી. થોડીવારે
મિલવાળા ભાઈ એ ગાળો બદલાવ્યો અને નોકરીએ
રાખેલા યુવકને બોલાવ્યો તેના ચહેરા ઉપર સંતોષ દેખાતો હતો, થોડી શાંતિ
અને જીવન પ્રત્યેની બેફિકરાઈ પણ, સાવ સામાન્ય ઘંટીવાળો ... થોડીવાર રહીને
મારી બાજુમાં ઉભેલા બહેને કહ્યું, “હવે પહેલા મારું
દરણું દળી આપને”. છોકરાએ કહ્યું ,”વારાપ્રમાણે
લેવાયને માશી તમારું દરણું ક્યાં છે ?”અને પેલા માશીએ
ચોથા પાંચમાં વારાએ રહેલું પોતાનું દરણું છોકરાને હાથમાં આપી કહ્યું “લે દળી આપ ,” છોકરો તેની સામું
જ જોઈ રહ્યો અને કહ્યું ,” આપણું સારું કરવા માટે કોઈનું બગાડાય નહી માશી! “
અને
મને થયું કે આ સાવ સામાન્ય ઘંટીવાળો છોકરો પરંતુ તેની ફીલોશોફી કેટલી ઉચી છે. જગતમાં
આવું આપણને અવારનવાર જોવા મળે છે સામાન્ય લોકો બીજાનો વિચાર કરીને જીવે છે
તેની વિચારધારા પ્રમાણે તે જીવે છે જયારે
જેમ માણસનું પદ ઉચું તેમ તેની ફીલોશોફી માત્ર બોલવામાં જ ઉચી વાણી અને વર્તનમાં આભ
– જમીનનું અંતર જોવા મળે છે
જો
દરેક માણસ એવું વિચારે કે મારાથી તો આમ ન
જ થાય તો પણ ઘણાં પ્રશ્ન હલ થઇ જાય આપણા
થી કોઈનું સારું ન થાય તો કંઈ નહી પરંતુ આપણું સારું કરવા માટે બીજાનું બગડવાનું
કેટલા અંશે વાજબી છે? બીજાની લીટી ટૂંકી
કરીને આપણી લીટી લાંબી કરવાથી સરવાળે આપણને જ આપણે નુકસાન પહોંચાડીએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો