સાભાર ગુજરાત
સમાચાર
જિંદગીમા
ઉતાવળ... થોભો
માણસ
અટવાય છે “કલ
કરે સો આજ કર “
અને “ધીરે
ધીરે મનવા ધીરે સબકુછ હોય” – ના બે ચક્રો વચ્ચે .
ક્યાં ધીરજ રાખવી ક્યાં ઉતાવળ કરવી?
- સંબંધ બાંધવામા ઉતાવળ ન કરવી અને સંબંધ તોડવામા પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો.
- ક્રોધ કરવામા, લડાઇ-ઝગડા કરવામા ઉતાવળ ન કરવી
- કોઇ વિશે ઉતાવળે અભિપ્રાય બાંધવો નહી કે જાહેર કરવો નહી ધીમે ધીમે વ્યક્તિનુ મૂલ્યાંકન કરતા રહેવું
- ઉતાવળે વિશ્વાસ ન કરવો કે ઉતાવળે અવિશ્વાસ કે શંકા પણ ન કરવા
- ઉતાવળે સાહસિકતા ન દાખવવી
- સંજોગો વિપરીત હોય ત્યારે હિંમત હાર્યા શિવાય ધૈર્યપુર્વક ઉચિત સમયની રાહ જોવી બેબાકળા ન બનવું
- કોઇએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહી ઉતાવળે કોઇના પર આક્ષેપ કરવો નહી
- ઉતાવળે કોઇને ગુરુ ન બનાવવા.
- કોઇ પ્રશંશા કરે ત્યારે ઉતાવળે ખુશ ન થવું
- ઉતાવળે ખરીદી ન કરવી
- જિંદગી મૂલ્યવાન છે.તેને ઉતાવળે જીવી લેવાની લ્હાયમા જિંદગીની મૂલ્યવાન ક્ષણને વેડફી ન જ દેવાય ને?