યુવા દિન
સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ 12 જાન્યુઆરી ના દિવસને યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. અને એ દિવસની ઉજવણી મારે કરવાની થઇ ત્યારે યુવાનો વિષે વીચારવાનુ થયું મને લાગ્યું કે -
યુવાનોમાં ટેકનોલોજી સારી રીતે હસ્તગત કરવાની શક્તિ છે, સ્માર્ટ નેસ સારી છે , બેશક વધુ ચાલાક અને હોશિયાર છે પરતું કેટલીક બાબતો માં હજુ વિચારવાની જરૂર છે -
- આજના સમયમા કંટાળો શબ્દ વધારે સંભળાય છે પરતું કંટાળો એટલા માટે છે કે આપણે દ્વિધા માં છીએ
- જો પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો પ્રબળ નિશ્ચય હોય અને કાર્યમા સફળતા પ્રાપ્ત થાય. પરતું આપણે અધરવે રાઉન્ડ ચાલનારા છીએ ભાગ્યમા હશે તો કરશું, પછી નક્કી કરશું કવી આશર કહે છે કે- ” હસ્તરેખાઓ છે પાંગળી મળી છે દશ દશ આંગળી પ્રયત્ન કર”.
- જેને કંઇક કરવું છે તેને હંમેશા ક્ષણમા જીવતા શીખવું જોઇએ ” If you are hear spose to be hear”
- વિચારવામા અને બોલવામાં આપણે બરાબર છીએ અને અમલમા મૂકવાની વાત આવે ત્યાં આપણે પાછા પડીએ છીએ.
- આપણે કોઇપણ કાર્યમા પહેલા એ વીચારતા થયા છીએ કે તેમા ‘મારું શું’ અને ‘ મારે શું’
- હૃદયની વિશાળતાનો અભાવ છે.
- ઇન્ટરનેટ એક જ્ઞાનપ્રાપ્તીનું માધ્યમ છે તે વ્યસન ન બનવું જોઇએ
- આપણો ધર્મ એકજ છે કે આપણા ભાગે આવેલું કામ પ્રામાણીકતા થી કરવું ધર્મ ને નામે ધતીંગ કરવાની જરૂર નથી
- આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણે ભ્રષ્ટા ચાર ને દુર કરવામાં સહકાર આપીશું
- મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ થી સભર બનશું
- આપણા ભાગે આવેલું કામ પ્રમાણીકતા થી કરશું