ભાંગી રહ્યો છે ભેળિયારો હરપળે,
ત્યાં, સાથ ને સહકાર ક્યાંથી કાઢવા !
ત્યાં, સાથ ને સહકાર ક્યાંથી કાઢવા !
ઠેબે ચડે છે રોજ અહીંયાં લાગણી,
સંબંધ મૂશળધાર ક્યાંથી કાઢવા !
સંબંધ મૂશળધાર ક્યાંથી કાઢવા !
તૈયાર રાખે છે વિકલ્પો સહુ હવે,
ઓળખ-પરખનાં સાર ક્યાંથી કાઢવા !
ઓળખ-પરખનાં સાર ક્યાંથી કાઢવા !
વકરી રહી છે ઔપચારિક શૂષ્કતા,
આતિથ્ય, ‘ને સત્કાર ક્યાંથી કાઢવા
આતિથ્ય, ‘ને સત્કાર ક્યાંથી કાઢવા
ભરખી ગયા મતભેદ ખુદ મનમેળને,
હેતાળવા પરિવાર ક્યાંથી કાઢવા !
હેતાળવા પરિવાર ક્યાંથી કાઢવા !