આજનો માનવી
મારી વિદ્યાર્થીની ગઢવી દેવ્યાનીબા ના વિચારો-
હજારો
જ્ન્મના પુણ્ય બાદ માનવ અવતાર પ્રાપ્ત થાય છે આમ છતાં કહેવુ પડે છે કે-” હું માનવી માનવ થાઉ તો ઘણું”
“ પશુ કિ પરિયા બને નર કા કછુ નહિ હોત
નર જો કરણી કરે તો નર સે નારાયણ હોય”
માણસને ઇશ્વરે અતુટ શક્તિ આપેલી છે પરંતુ આપણે તેનો પુરો ઉપયોગ કરી શકતા નથી તેમા
પણ જ્યારે માનવી માનવતા ભુલી જાય છે, સ્વાર્થ,
દંભ વગરેમા ડુબી જાય છે ત્યારે માનવમૂલ્ય ભુલી જાય છે. અને એ જ તો આપણી
મોટી નબળાઇ છે ને?
એળે ન જાય જો જો
અવતાર માનવીનો
જો જો ભુલાયના એતબાર માનવીનો
તમે એવા વેણ ન કાઢો જે દિલને ઠેસ વાગે
તારી વાણીમા બધો છે એતબાર માનવીનો
હરગીઝ મોક્ષ નહી પામે માનવીના નુર
ભગવાન ખુદ ધરે છે અવતાર માનવીનો
એળે ન જાય જો જો અવતાર માનવીનો
આ દૂનિયામા માનવીના અનેક રૂપો હોય છે કોઇ અસુરરૂપે તો કોઇ
ફરીસ્તારૂપે દરેક માણસની વીચારવાની રીત
,જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે આજે માનવી ઇન્ટરનેટ પર કલાકો સુધી વાતો કરે છે
પરંતુ બાજુમા બેઠેલાને ઓળખતા પણ નથી પોતાના સ્વાર્થ માટે અનેક લોકોના જીવનને
વેરવીખેર કરી નાખતા પણ અચકાતો નથી
આ દૂનિયામા
વસેલા લોકોની અલગ કહાની છે -
જો કોઇનો વિશ્વાસ તોડો તો એ રડે છે.
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે.