મિત્રો , શૈક્ષણિક નુત્તન વર્ષાભિનંદન .
ફરી શાળા અને કોલેજ ધમધમતા થયા. કેટલાંકને મનપસંદ પ્રવાહમાં પ્રવેશ મળી ગયો કેટલાકે જેમાં પ્રવેશ મળ્યો તેમાં અભ્યાસ શરૂ કર્યો કેટલાકે મનપસંદ વિષય રાખ્યા તો કેટલાકે મિત્રો જે વિષય રાખે તે રાખ્યા કોઈક ના મમ્મી - પપ્પાએ વિષય પસંદ કરી દીધા
માત્ર ૨૫ % વિધાર્થી પોતાના પસંદગી ના પ્રવાહ માં અભ્યાસ કરી શકે છે મોટાભાગે
માતા -પિતા પોતાની અતૃપ્ત ઈચ્છા સંતાનો પર ઠોકી બેસાડે છે આ માટે એક ઉદાહરણ જોઈએ -
એક માણસે કહ્યું : આજે તમને અનોખી ચીજ બતાવું છું .
સર્કસ ના મેનેજરે કહ્યું : બતાવો અમારું કામ જ અનોખી ચીજ બતાવવાનું છે .
માણસે એક ગલુડિયા ને પિયાનો પર બેસાડ્યું તે તો સરસ સુરીલો રાગ છેડવા લાગ્યું
ત્યાંજ એક મોટું કુતરું આવ્યું અને તે ગલુડિયાને મોંમાં ભરાવીને લઇ ગયું .
મેનેજરે કહ્યું : આ શું છે ?
પેલા માણસે કહ્યું : તે તેની માં હતી તે તેને ડોક્ટર બનાવવા માંગે છે